Sihor
સિહોરના ઘાંઘળી ખાતે આવેલ આંગણવાડીમાં જન્માષ્ટમી પર્વ ઉજવાયો
બ્રિજેશ
આખા દેશમાં જન્માષ્ટમીના પર્વ ઉપર એક અલગ જ આનંદીત માહોલ ઊભો થાય છે, ઠેકઠેકાણે ‘નંદ ઘેર આનંદ ભયો’ “જય કનૈયા લાલ કી” ના નાદ સાથે જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવાય છે, આ બાલકૃષ્ણનો જન્મોત્સવ અલગ અલગ શાળાઓ, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ બાળ શિક્ષણના સંસ્થાનોમાં પણ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
ત્યારે આજે સિહોર તાલુકાના ઘાંઘળી ગામની આંગણવાડીમાં જન્માષ્ટમી નિમિત્તે ‘કૃષ્ણ જન્મોત્સવ’ ની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ઘાંઘળી ગામના આંગણવાડીના બાળકો તેમજ તેમના વાલીઓ આનંદ સાથે જોડાયા હતા, આરસીડીએચ કચેરી સિહોરના સુપરવાઇઝર શ્રી રીટાબેન શુક્લ તેમજ ઘાંઘળી આંગણવાડીના કાર્યકર બહેનો, હેલ્પર બહેનો સહિત તમામ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.