Connect with us

Gariadhar

ગારીયાધારના પચ્છેગામની મહિલા માટે 108ની ટીમ ‘દેવદૂત’ સાબિત થઈ, પરોઢિયે એમ્બ્યુલન્સની લાઈટના અજવાળે પ્રસુતિ કરાવી

Published

on

Team 108 proved to be an 'angel' for a woman from Pachhegam in Gariyadhar who gave birth under the light of an ambulance at dawn.

દેવરાજ
ગુજરાત સરકારના માતા અને બાળ મરણ દર ઘટાડવાના ધ્યેયને ધ્યાનમાં રાખી ભાવનગર 108ની ટીમ ખૂબ જ સુંદર કામગીરી કરી રહી છે.ગુજરાત સરકાર અને સંચાલિત 108 ઈમરજન્સી સેવા સમગ્ર રાજ્યમાં અનેક વખત લોકોના જીવ બચાવી દેવદૂત સાબિત થઈ છે ત્યારે આ ઈમરજન્સી સેવાએ આજે ફરી એક વખત ગારીયાધારના પચ્છેગામની મહિલા માટે તથા બાળકનો જીવ બચાવી તેઓના પરિવાર માટે આશીર્વાદરૂપ બની છે. ગારીયાધારના પચ્છેગામ પાડી વિસ્તારનો કેસ સવારે પાંચ વાગ્યામાં આવતા 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચેલ દર્દી વાડી વિસ્તારમાં રહેતા હતા

Team 108 proved to be an 'angel' for a woman from Pachhegam in Gariyadhar who gave birth under the light of an ambulance at dawn.

તેમજ વરસાદી વાતાવરણ હોઇ દર્દી શારદાબેન રમેશભાઈ બળદગાડામાં બેસીને સામે આવતા હતા ત્યાં અચાનક પ્રસૂતિની પીડા થતાં 108ના ઈ.એમ.ટી. અજયભાઈ ડાભી અને પાયલોટ ગોહિલ ચેતનસિંહે સામે સૂચકતા રાખી સમગ્ર પરિસ્થિતની ગંભીરતા ધ્યાને લઈ એમ્બ્યુલન્સના ઇ.એમ.ટી.એ ઉપરી અધિકારીઓનો ટેલીફોનિક સંપર્ક કરી માર્ગદર્શન મેળવ્યું હતું અને રોડ પર જ એમ્બુલન્સની સાઇડની ફોક્સ લાઈટ શરૂ કરીને બળદગાડામાં જ ડિલીવરી કરાવી હતી. ડિલીવરી બાદ દર્દીને ચક્કર-ધૂજારી હોવાથી ઇ.એમ.ટી. અજયભાઈએ તાત્કાલીક હેડ ઓફિસ પર રહેલ ડોક્ટરની સલાહ લઈને ઓકસીજન, ઇન્જેક્શન, પ્રવાહિ બોટલ વગેરે સારવાર શરૂ કરી સરકારી હોસ્પીટલ ગારીયાધાર લઈ જવામાં આવ્યા હતા આમ, માતા તથા બાળકનો જીવ બચાવીને દેવદૂત સાબિત થઈ હતી. 108ની ટીમની સરાહનીય કામગીરી બદલ દર્દીના સગાવ્હાલા તથા ખેડૂતભાઈ એ 108ની ટીમનો આભાર માન્યો હતો.

error: Content is protected !!