Gariadhar
શિક્ષકો ઘણા હોય પરંતુ “માં=સ્તર” ઓછાં જોવા મળે છે
બરફવાળા
- ગારીયાધારના સુરનિવાસ ગામે શાળાના શિક્ષકની બદલી થતાં ભૂલકાઓ ભાવુક થઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા
- સુરનિવાસ ગામે શાળાનાં શિક્ષકની બદલી, છેલ્લા આઢ વર્ષથી શાળામાં ફરજ બજાવતા હતા શિક્ષક, શિક્ષકની વિદાય વેળાએ વિદ્યાર્થીઓ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા
અવાર નવાર શાળાનાં શિક્ષકોની વિદાય પ્રસંગે વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો વચ્ચે પ્રેમસભર દ્રશ્યો સર્જાયા હોય છે. ગારીયાધાર તાલુકાના સુરનિવાસગામે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા માસ્તરની બદલી થતાં શાળામાં ભાવસભર દ્રષ્યો સર્જાયા હતાં બદલી થયેલ શિક્ષકે શાળાના ભૂલકાઓમા સારીએવી લોકચાહના ઉભી કરતાં બાળકો શિક્ષકના વિદાય સમયે ચોધાર આંસુએ રડી પડ્યા હતા. આજના યુગમાં પણ કયારેક એવાં વિરલા ઓના દર્શન પણ થાય છે
જેની આજની તારીખમાં કલ્પના કરવી પણ મુશ્કેલ છે જૂના જમાનામાં શિક્ષકને “માસ્તર” જેવા પ્રભાવશાળી નામથી સંબોધતા કારણકે શિક્ષકનું સ્થાન માઁ બરાબર છે માટે માં+સ્તર = માસ્તર પણ આજની પ્રજાએ શિક્ષકને કાનામાતર વિનાના નામ એવાં “સર” સાથે જોડી દિધો જે ખરેખર શિક્ષણ જગતની એક અધોગતિ જ ગણી શકાય આજે સમાજમાં શિક્ષકો સેંકડો છે, પરંતુ માંસ્તર તો ભાગ્યે જ જોવા મળે છે. સુરનિવાસગામે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં છેલ્લા આઠ વર્ષ થી શિક્ષક તરીકે ફરજ બજાવતા ધવલ જોષીએ ખરાં અર્થમાં “માસ્તર” બનાવાનો ગુણ દર્શાવ્યો છે
આ આઠ વર્ષમાં આ શિક્ષકે શાળાના ભૂલકાઓથી લઈને ગ્રામજનોના દિલમાં આદર્શ માસ્તર તરીકેની અમિટ છાપ છોડી છે, તાજેતરમાં આ શિક્ષકની બદલી અન્ય સ્કૂલમાં થતાં માસ્તરના વિદાઈમાન સમયે શિક્ષણ અને વિદ્યાર્થીઓ વચ્ચે લાગણીસભર દ્ગશ્યો સર્જાયા હતાં, બાળકો આ શિક્ષકને વિદાઈ આપતી વેળાએ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા, ત્યારે શિક્ષકે પણ ભૂલકાઓની ભાવનાની કદર કરી વાસ્તવિકતા થી અવગત કરાવ્યા હતા અને તેઓ ભલે અન્ય શાળામાં ફરજ બજાવવા જાય પરંતુ આ શાળાના બાળકો સાથે સંબંધો હંમેશા અકબંધ રાખશે એવું વચન પણ આપ્યું હતું.