Sihor
સિહોર ખાતે જિલ્લા કલેકટર મહેતાની અધ્યક્ષતામાં તાલુકાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો
પવાર
સ્વાગત કાર્યક્રમમાં અરજીઓનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો
લોકપ્રશ્નોના ઝડપી નિરાકરણ એટલે સ્વાગત કાર્યક્રમ. સ્વાગત કાર્યક્રમને રાજ્ય સરકાર દ્વારા ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’નું આયોજન દર મહીને સતત કરવામાં આવી રહ્યું આવ્યું છે. જે અંતર્ગત આજરોજ જિલ્લા કલેકટર શ્રી આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને સિહોર તાલુકા સ્વાગત કાર્યક્રમ મામલતદાર કચેરી, સિહોર ખાતે યોજાયો હતો. આ સ્વાગત કાર્યક્રમમાં કુલ ૧૧ અરજીઓ આવી હતી. જે પૈકી ઉપસ્થિત ફરિયાદીઓને જિલ્લા કલેકટર શ્રી આર. કે. મહેતાએ સાંભળીને અરજીઓનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો. બાકીની અરજીઓનો ચોકકસ સમયમર્યાદામાં નિકાલ કરવામાં માટે કલેકટરશ્રીએ સબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. આ પ્રસંગે પ્રાંત અધિકારી શ્રી દિલીપસિંહ વાળા, મામલતદર શ્રી જોગસિંહ દરબાર, ટી.ડી.ઓ. શ્રી એન. વાય. દેસાઇ, ચીફ ઓફિસરશ્રી જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ તથા અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.