Bhavnagar
ભાવનગરના નવા કલેક્ટર તરીકે કાર્યભાર સંભાળતા શ્રી ડી. કે. પારેખ

ભાવનગરના જિલ્લા કલેક્ટર તરીકે આજે શ્રી ડી.કે. પારેખે કાર્યભાર સંભાળી લીધો છે. ભાવનગરના કલેક્ટર શ્રી રમેશ મેરજાની અમદાવાદના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી થતાં તેમણે આજે નવનિયુક્ત કલેક્ટર શ્રી ડી.કે. પારેખને ચાર્જ સુપ્રત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી પારેખ અગાઉ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવારત હતા.
વર્ષ 2009ની બેચના આઇ.એ.એસ. અધિકારી શ્રી ડી. કે. પારેખ કચ્છ જિલ્લાના વતની છે અને અર્થશાસ્ત્ર વિષયના સ્નાતક છે. આ ઉપરાંત અગાઉ તેઓ પાટણ અને સુરતના જિલ્લા વિકાસ અધિકારી તરીકે, રોજગાર અને તાલીમ વિભાગના નિયામક તેમજ ગાંધીનગર ઝોનના પ્રાદેશિક નગરપાલિકા કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અને સરકારના વિવિધ વિભાગોમાં તેમની ફરજના બહોળા અનુભવનો લાભ ભાવનગર જિલ્લાના લોકોને થશે તે નિશ્ચિત છે.
– ચિંતન રાવલ