Bhavnagar
ભાવનગર માહિતી કચેરીનાં પ્રકાશપુંજ એવાં સિનીયર સબ એડિટરશ્રી એસ.બી.પટેલની ગાંધીનગર ખાતે બદલી

જિલ્લા માહિતી કચેરી, ભાવનગર ખાતે ફરજરત સિનીયર સબ એડિટરશ્રી સુનિલ પટેલની આજ રોજ માહિતી નિયામકની કચેરી, ગાંધીનગર ખાતે બદલી થતા તેમને કચેરી દ્વારા ભવ્ય વિદાયમાન આપવામાં આવ્યું હતું.
શ્રી પટેલે ભાવનગર કચેરી ખાતે બે વર્ષ ફરજ દરમ્યાન તેમનાં કામથી મિડિયા જગતમાં આગવી ઓળખ અને ચાહનાં ઉભી કરી હતી. તેમનાં સમયગાળા દરમ્યાન ભાવનગર કચેરીએ સમગ્ર રાજ્યમાં સૌથી વધુ પ્રેસનોટ ઇસ્યુ કરીને એક આગવો કિર્તીમાન ઉભો કર્યો છે.
જિલ્લા વહિવટી તંત્ર સાથેનાં સાનુકુળ સંબંધો તેમજ તેમનાં દિર્ઘકાલિન અનુભવે ભાવનગર કચેરી ખાતે આગવા ચિન્હો અંકિત કર્યાં છે.તેમનાં વિદાય અવસરે ઓફિસનાં કર્મચારીઓએ ખાટાં-મિઠાં સંસ્મરણો વાગોળી તેમની સાથે કામ કરવાની મજા આવવાં સાથે તેમનાં અનુભવનો લાભ મળ્યાં અંગેની સ્મૃતિઓ તાજી કરી હતી તેમજ ખંતથી જિલ્લા માહિતી કચેરી, ભાવનગરમાં કરેલ તમામ પ્રકારની કામગીરીને નાયબ માહિતી નિયામકશ્રી ચિંતન રાવલે બીરદાવી અને આવનારા દિવસોમાં વધુ પ્રગતિ કરો તેમ કહી પ્રોત્સાહિત કર્યા હતા. શ્રી પટેલની વિદાય સંમારભ વેળાએ તેમનાં દ્વારા કરેલી કર્મનિષ્ઠાનું ફળ કેવુ હોય, સ્વભાવ વલણ અને સ્નેહના તાંતણે બંધાયેલા સંબધોની સુગંધ કેવી હોય એ તે અંગેની વાત નાયબ માહિતી નિયામકશ્રી ચિંતન રાવલે કરી હતી.