Connect with us

Sihor

આજથી સિહોર સહિત રાજયભરના ૧૭ હજાર સસ્‍તા અનાજના દુકાનદારોની હડતાલ

Published

on

strike-of-17-thousand-cheap-grain-shopkeepers-across-the-state-including-sihore-from-today

સિહોર સહિત રાજ્યના સસ્‍તા અનાજના દુકાનદારો આક્રમક, અનાજ વિતરણ વ્યવસ્થા ખોરવાશે, જથ્‍થો ઉપાડવાની છૂટ પણ વિતરણ નહીં કરવા આદેશોઃ માલમાં ઘટ-કમીશન-કોરોના સહાય વારસદાર હકક સહિતના મુદ્દા

રાજયના પુરવઠા મંત્રી અને ગુજરાત ફેર પ્રાઇઝ એસો. વચ્‍ચે બે દિ’ પહેલા યોજાયેલ મંત્રણા પડી ભાંગતા આજથી સિહોર સહિત રાજયભરમાં સસ્‍તા અનાજના દુકાનદારોની બેમુદતી હડતાલ શરૂ થઇ રહી હોય, નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં જ લાખો બીપીએલ-અત્‍યોંદય- NFSA કાર્ડ હોલ્‍ડરોને ઘઉં-ચોખા-ખાંડ-મીઠૂ-ચણા-કેરોસીન-તુવેરદાળ બધું મળતું બંધ જવાની ભીતિએ ભારે દેકારો મચી ગયો છે.

strike-of-17-thousand-cheap-grain-shopkeepers-across-the-state-including-sihore-from-today

સસ્‍તા અનાજના દુકાનદાર અગ્રણીઓએ જણાવેલ કે, મંત્રણા પડી ભાંગતા આજથી અમે બે મુદતી હડતાલ ઉપર જઇ રહ્યા છીએ દુકાનદારોક બે દિ’ પહેલા મામલતદારને પણ આવેદન આપ્‍યું હતું, તેમાં પણ બે તારીખથી હડતાલની જાહેરાત કરાઇ છે, દુકાનદારોને અપાતા જથ્‍થામાં ઓછો માલ મળવો, કમીશનમાં જે વધારો કરાયો તે યોગ્‍ય નહિં હોવાનું, કોરોના કાળમાં મૃત્‍યુ પામનાર દુકાનદારોને હજુ સહાય નથી અપાઇ, વારસદાર હકક, સહિતના ૧૦ થી ૧ર મુદ્દાઓ અંગે સસ્‍તા અનાજના દુકાનદારોએ આંદોલન શરૂ કર્યું છે. જેથી આજથી અનાજ વિતરણ વ્યવસ્થાઓ ખોરવાશે

Continue Reading
Advertisement
error: Content is protected !!