Sihor
અદ્ભૂત પ્રેમ અને લાગણી – જવલ્લે મળે તેવો પ્રેમ : સિહોરના પીઆઇ ગોહિલની બદલી થતા કર્મચારીઓએ અશ્રુભીની આપી વિદાઈ
બરફવાળા – પવાર
પોલીસ મથકે શ્રી ગોહિલનો યોજાયેલ વિદાય સમારોહમાં ગમગીન માહોલ, શ્રી ગોહિલને ઢોલનગારા સાથે વિદાય અપાઈ, સ્ટાફના કેટલાક કર્મીઓ રિતરસ રડી પડ્યા, લાગણીસભર વિદાયમાન યોજાયો
એક પોલીસ અધિકારી સ્ટાફ અને સામાન્ય લોકો વચ્ચે કેવા આત્મીયતાના સંબંધો હોય તેનું ઉદાહરણ સિહોર પોલીસના પીઆઇ કે ડી ગોહિલની બદલી થયા પછી તેમની વિદાય વખતે લોકોની આંખમાં આવેલા આંસુઓએ આપ્યું હતું. સિહોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઇ કે ડી ગોહિલની બદલી થતાં તેમનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો. તે દરમિયાન આ પોલીસ અધિકારીની સાથે સાથે તેમને વિદાય આપવા આવેલા સહકર્મીઓ અને લોકોની આંખમાં આંસુઓ છલકાઇ ગયા હતા.
આવી વિદાય અને આવો પ્રેમ જવલ્લે જ મળતો હોય છે પોલીસ નહિ પરંતુ સરકારના કોઈપણ ડિપારમેન્ટમાં ઉંચી કક્ષાએ બેઠેલા બહુ ઓછા અધિકારીઓ પોતાના સ્ટાફનો પ્રેમ જીતી શકે છે ઉંચી પોસ્ટના અધિકારી થયા પછી એક પ્રકારની તુમાખી તેમના વ્યવહારમાં જોવા મળે છે. તેમાં તેઓ પોતાના તાબાના સ્ટાફ સાથે તોછડાઈ ભર્યો અને અમાનવીય વ્યવહાર કરે છે બહુ ઓછા અધિકારીઓ તેમના વ્યવહારને કારણે પોતાના સ્ટાફ કે માણસ તરીકેનો પ્રેમ જીતી શકે છે. આવું જ કંઈક અહીં થયું છે
સિહોરના પીઆઇ ગોહિલની અરવલ્લી ખાતે બદલી થતા પોલીસ સ્ટાફે અને લોકોએ ઢોલનગારા ફુલહાર સાથે તેમને ભવ્ય રીતે લાગણીસભર વિદાય આપી હતી સિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા વર્ષોથી ફરજ બજાવતા હતા પોલીસ અધિકારી તરીકે તેમણે પોતાનું કામ તમામ વિવાદોથી પોતાને દૂર રાખી પ્રામાણિક પણે અત્યંત સંવેદનશીલ અધિકારી તરીકે બજાવ્યું છે સામાન્ય રીતે પોલીસ અને સામાન્ય જનતા વચ્ચે સંબંધો થોડા ગંભીર પ્રકારના હોય છે. પણ આમ એક પીઆઈની બદલી થાય અને પોલીસ સ્ટાફ અને ગામના લોકો તેમણે વિદાય આપવા આવે તેવા પ્રસંગો જૂજ પ્રમાણમા જોવા મળતા હોય છે.
સહકર્મીઓ અને તેમના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા લોકો સાથેના ગાઢ સંબંધોના કારણે કેટલાક કર્મી અને લોકોની આંખમાં આસું હતા સાથે સાથે પીઆઈની આંખમાં પણ તેમનાથી દૂર જવાના લીધે આંખમાં આંસુ હતા શ્રી ગોહિલે મહામારી દરમિયાન અને લોકડાઉન દરમિયાન લોકોની પૂરી નિષ્ઠાથી સેવા કરી હતી. જેના કારણે લોકો વચ્ચે તે લોકપ્રિય બન્યા હતા. તેમની બદલી સમયે તેમના પોલીસ સ્ટેશનમાં તેમનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો તેમણે વિદાય આપવા ઉમટી પડ્યા હતા. અહીં પોલીસ અને સામાન્ય જનતા વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોના દ્રશ્યો જોવા મળ્યા હતા.