Rajkot
પાલીતાણા ખાતે અતિક્રમણ રોકો ; રાજકોટમાં જૈનો ઉમટી પડયા : આક્રોશ રેલી આવેદન
કુવાડિયા
મણીયાર દેરાસરથી જંગી રેલી : કલેકટરને આવેદન : જૈન સાધ્વીઓને સુરક્ષા આપો : મૌન ધરણા યોજયા : વિસ્તૃત રજૂઆત : પાલીતાણા ખાતે અતિક્રમણ રોકો : સંમેતશીખરજીને પર્યટન સ્થળ નહી બનાવો : વિવિધ સૂત્રો સાથે બેનરો દર્શાવી વિરોધ વ્યકત કરાયો : એક માસના બાળક સાથે જૈન શ્રાવક જોડાયા : તો જમીન ઉપર આળોટી -અશ્રુભરી આંખે મુક વિરોધ વ્યકત કરાયો..
પાલીતાણા તીર્થ બચાવવાની ઝુંબેશને લઇને જૈન સમાજે રાજકોટના મણીયાર દેરાસરથી કલેકટર કચેરી સુધી મહારેલી કાઢી એડી. કલેકટર શ્રી ખાચરને સરકારના નિર્ણયને પરત લેવા આવેદન પાઠવ્યું હતું. અમદાવાદ બાદ રાજકોટમાં આજે શત્રુંજય અને સંમેતશિખર મહાતીર્થની રક્ષાની માંગણી સાથે સમસ્ત જૈન સમાજની અભૂતપૂર્વ અહિંસક મહા રેલી નીકળી હતી. જૈન સમાજના બંને મહાતીર્થની રક્ષાના પોકાર સાથે સમસ્ત જૈન સમાજના ચારેય ફિરકાઓ અને આચાર્ય ભગવંતો અને સાધુ સાધ્વીજીઓ આ રેલીમાં જોડાયા હતા. અંદાજે ૨ થી ૨ાા હજાર જૈનો આ રેલીમાં આવેદન દેવામાં જોડાયા હતા. એડી. કલેકટર શ્રી ખાચરે આવેદન સ્વીકાર્યુ હતું.રાજકોટના ચૌધરી હાઇસ્કુલ નજીક આવેલા મણીયાર જિનાલય ખાતેથી
કલેકટર કચેરી ખાતે સફેદ વષાોમાં સજ્જ થઈને શાંતિપૂર્વક આ મહારેલી પહોંચી હતી. કલેકટર કચેરીએ કલેકટરને મળીને જૈન સમાજના અગ્રણીઓએ મહા તીર્થની રક્ષા માટે બુલંદ અવાજ સરકાર સુધી પહોંચાડવા લાગણી સાથે માગણી વ્યક્ત કરી હતી. એકથી દોઢ કિલોમીટરની આ રેલીમાં જૈન સમાજના ભાવિકોએ જય આદિનાથ જય ગિરિરાજ ના જય ઘોષ સાથે શત્રુંજય મહાતીર્થના એક એક કણમાં અમારા તીર્થંકરો વસે છે. અમારા માટે આ પથ્થર નથી પણ પવિત્ર ભૂમિ છે.
તેવા જય ઘોષ સાથે નીકળી આ રેલી કલેકટર કચેરીએ પહોંચી હતી અને જૈન સમાજની એકતા અને સંગઠન શક્તિ નું પ્રદર્શન કરી અભૂતપૂર્વક અહિંસક લડત દ્વારા સરકાર સુધી અવાજ પહોંચાડ્યો હતો. શ્રી સમેત શિખર અને પાલીતાણા તીર્થ જૈન સંપ્રદાય માટે સૌથી પવિત્ર તીર્થ છે, જૈન સમુદાયના લોકો માટે દર્શન અર્થે છે. સરકાર દ્વારા આ બંને પવિત્ર તીર્થને પર્યટન સ્થળ જાહેર કરવાના વિરોધમાં સમગ્ર જૈનો રેલી કાઢીને કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું