Sihor
સિહોર ગણપુલે મહિલા મંડળ પાસે માથું ફાડી નાખે તેવી હાલત ; વાસથી ગંધાતો વિસ્તાર

Pvar
- સેનિટેશન વિભાગને આ તસવીરો સમર્પિત
- અહીં ચારેકોર ગંદકીના ઢગ, કચરાના ઢગલા અને ગંદકીથી ખડબદતો આ વિસ્તાર નગરપાલિકા તંત્રને અર્પણ ; વિકાસ બુમો પાડનારા એકાદ ચક્કર લગાવે ; ગંદકી અને કચરાના ઢગલાથી લોકો પરેશાન
ચૂંટણીનો માહોલ જામતો જાય છે. પ્રચાર પ્રસારના ભૂંગળાઓ શેરીએ શેરીએ સાંભળવા મળી રહ્યા છે. એક કહે છે ભરોસાની સરકાર, અને એક કહે છે અમારું કામ બોલે છે, આની વચ્ચે સામાન્ય માણસ ત્યાં ને ત્યાં છે તે હકીકત છે હાલ મોટાભાગના વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે રોડ રસ્તા ગટરના પ્રશ્નો કાયમી રહ્યા છે.
સિહોર જૂની નગર પાલિકા નજીક આવેલ ગણપુલે મહિલા મંડળ નજીક એવી હાલત છે કે કચરા અને ગંદકીના કારણે પસાર થનાર માણસ માથું ફાડી જાય એટલી ભયાનક સ્થિતિ આવી ને ઉભી છે સફાઈ પ્રત્યે બિલકુલ દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે.શહેરના અનેક સ્થળોએ કચરાના મસમોટા ઢગ ખડકાયા છે,ગંદકી થઈ છે તેમ છતાં તેનું સફાઈકામ હાથ ધરવામાં આવતું નથી. જેને લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે તેમજ ગંદકી હટાવવાની માંગ થઈ છે. શહેરની જૂની નગરપાલિકા ગણપુલે મહિલા મંડળ આસપાસ કચરાના ઢગલા છે.
છતાં પાલિકા દ્વારા સફાઈકામ હાથ ધરાયુ નથી, શહેરમાં સફાઈની જેની જવાબદારી છે તેવા સેનિટરી વિભાગ ખુલ્લી આંખે તમાશો જોઈ રહ્યું છે અને અહીં કચરાનો ઢગ ખડકાયો છે. નિયમિત સફાઈના અભાવે રોગચાળાનો ભય પણ ફેલાયો છે. સફાઈની યોગ્ય કામગીરી ન થતા લોકોમાં પાલિકા વિરુદ્ધ રોષ ફેલાયો છે. શહેરમાં ગંદકી અને કચરા ઢગલા દુર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.