Connect with us

Sihor

સિહોરમાં મતદારો દ્વારા જ રેવતસિંહ ગોહિલની જીતનો જયઘોષ : વિજયનું વચન

Published

on

revatsinh-gohils-victory-hailed-by-voters-in-sihore-a-promise-of-victory

પવાર ; બુધેલીયા

  • મોંઘવારી ભ્રષ્ટાચારથી છુટકારો મેળવવા ભાજપને પરચો દેખાડવાનો મતદારોનો મૂડ ; સિહોરની મુખ્ય બજારો સહિતના અનેક વિસ્તારોમાં કોંગ્રેસ ઉમેદવારનો લોકસંપર્ક : ફુલડે વધાવાયા

ભાવનગર ગ્રામ્યની બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રેવતસિંહ ગોહિલની નિશ્ચિત જીતની ગેરંટી ખુદ મતદારો જ આપવા લાગ્યા છે. સિહોરના વડલાચોક, મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાં પદયાત્રા લોકસંપર્ક દરમ્યાન મતદારોએ જ રેવતસિંહ ગોહિલના વિજયનો જયઘોષ બોલાવ્યો હતો અને જીતાડવાનુ વચન આપ્યુ હતું. ૧૦૩ વિધાનસભાનાં કોંગ્રેસના ઉમેદવાર શ્રી રેવતસિંહ ગોહિલ દ્વારા સિહોરના અનેક વિસ્તારોમાં આજે પદયાત્રા યોજવામાં આવી હતી.

revatsinh-gohils-victory-hailed-by-voters-in-sihore-a-promise-of-victory

જેમાં રેવતસિંહે જણાવ્યું હતું પદયાત્રા માં લોકોને મળી ને મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ, આરોગ્ય સહિતના મુદે બાહેધરી આપી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીજી દ્વારા આપવામાં આવેલ વચનો તમામ નાગરિકોને 10 લાખ સુધી મફત સારવાર, વિનામૂલ્યે દવાઓ, ગુજરાતના ખેડૂતોનું 3 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરાશે, 300 યુનિટ સુધી વીજળી મફત, બેરોજગાર યુવાનો માટે 10 લાખ સરકારી નોકરીની ભરતી, બેરોજગાર યુવાનોને 3000 રૂપિયા બેરોજગારી ભથ્થું આપીશું, 50 ટકા નોકરીઓ પર મહિલાઓનો અધિકાર રહેશે, સરકારી નોકરીઓમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ સંપૂર્ણ નાબૂદ થશે, દૂધ ઉત્પાદકોને પ્રત્યેક લીટર પર 5 રૂ.ની સબસીડી અપાશે, ગુજરાતમાં 500 રૂ.માં રાંધણ ગેસનો બાટલો અપાશે, છેલ્લા 27 વર્ષમાં થયેલા તમામ ભ્રષ્ટાચારો વિરૂદ્ધ કાયદો લવાશે, ગુનેગારો અને ભ્રષ્ટાચારીઓને જેલમાં મોકલાશે,

revatsinh-gohils-victory-hailed-by-voters-in-sihore-a-promise-of-victory

3000 અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓ બનાવાશે, દીકરીઓ માટે KGથી PG સુધીની શિક્ષા સંપૂર્ણ મફત આપવામાં આવશે, કોરોના મૃતકના પરિવારજનોને 4 લાખ રૂપિયા વળતર આપશે તમામ વચનો થી સ્થાનિક લોકો ને વાકેફ કરાયા હતા.તેમજ લોકો-વેપારીઓ સાથે ની મુલાકાત દરમ્યાન પ્રશ્નો હતા કે GST વ્યવસ્થા લાગુ કરવામાં ભાજપ સરકાર નિષ્ફળ રહી છે. આ પદયાત્રા પરિવર્તન સંકલ્પ યાત્રા તરીકે ભારે અસર જન્માવતી જોવા મળી રહી છે. લોકો ભાજપ ની સરકાર તેની રીતી-નીતિ અને ભય ઉત્પન કરનારી શાસન વ્યવસ્થા થી ખરેખર તોબા પોકારી ગઈ છે. ત્યારે પ્રજા વિરોધી સરકારને ફેકી કોગ્રેસ તરફી મતદાન કરી કોંગ્રેસ સરકાર બનાવવા અપીલ કરી હતી. આ પદયાત્રામાં કોંગ્રેસના તમામ આગેવાનો, કાર્યકરો ભાઈ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

error: Content is protected !!