Sihor

સિહોર ગણપુલે મહિલા મંડળ પાસે માથું ફાડી નાખે તેવી હાલત ; વાસથી ગંધાતો વિસ્તાર

Published

on

Pvar

  • સેનિટેશન વિભાગને આ તસવીરો સમર્પિત
  • અહીં ચારેકોર ગંદકીના ઢગ, કચરાના ઢગલા અને ગંદકીથી ખડબદતો આ વિસ્તાર નગરપાલિકા તંત્રને અર્પણ ; વિકાસ બુમો પાડનારા એકાદ ચક્કર લગાવે ; ગંદકી અને કચરાના ઢગલાથી લોકો પરેશાન

Sihore Ganapule near Mahila Mandal in such a condition that he would tear his head; A musty area

ચૂંટણીનો માહોલ જામતો જાય છે. પ્રચાર પ્રસારના ભૂંગળાઓ શેરીએ શેરીએ સાંભળવા મળી રહ્યા છે. એક કહે છે ભરોસાની સરકાર, અને એક કહે છે અમારું કામ બોલે છે, આની વચ્ચે સામાન્ય માણસ ત્યાં ને ત્યાં છે તે હકીકત છે હાલ મોટાભાગના વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે રોડ રસ્તા ગટરના પ્રશ્નો કાયમી રહ્યા છે.

Sihore Ganapule near Mahila Mandal in such a condition that he would tear his head; A musty area

સિહોર જૂની નગર પાલિકા નજીક આવેલ ગણપુલે મહિલા મંડળ નજીક એવી હાલત છે કે કચરા અને ગંદકીના કારણે પસાર થનાર માણસ માથું ફાડી જાય એટલી ભયાનક સ્થિતિ આવી ને ઉભી છે સફાઈ પ્રત્યે બિલકુલ દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે.શહેરના અનેક સ્થળોએ કચરાના મસમોટા ઢગ ખડકાયા છે,ગંદકી થઈ છે તેમ છતાં તેનું સફાઈકામ હાથ ધરવામાં આવતું નથી. જેને લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે તેમજ ગંદકી હટાવવાની માંગ થઈ છે. શહેરની જૂની નગરપાલિકા ગણપુલે મહિલા મંડળ આસપાસ કચરાના ઢગલા છે.

Sihore Ganapule near Mahila Mandal in such a condition that he would tear his head; A musty area

છતાં પાલિકા દ્વારા સફાઈકામ હાથ ધરાયુ નથી, શહેરમાં સફાઈની જેની જવાબદારી છે તેવા સેનિટરી વિભાગ ખુલ્લી આંખે તમાશો જોઈ રહ્યું છે અને અહીં કચરાનો ઢગ ખડકાયો છે. નિયમિત સફાઈના અભાવે રોગચાળાનો ભય પણ ફેલાયો છે. સફાઈની યોગ્ય કામગીરી ન થતા લોકોમાં પાલિકા વિરુદ્ધ રોષ ફેલાયો છે. શહેરમાં ગંદકી અને કચરા ઢગલા દુર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Advertisement

Exit mobile version