Sihor
સિહોર ; પાણીની સમસ્યા, ઊભરાતી ગટરો, રખડતાં ઢોર-શ્વાનનો ત્રાસ, કચરાના ઢગલા, પણ તંત્રને નથી કરવું કામ

પવાર
- આ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ક્યાં જાય છે?
રાજ્યમાં ઘણાં ગામડાં શહેરને શરમાવે એવા સ્માર્ટ બન્યાં છે. એ સ્વચ્છતાથી માંડીને વિકાસની દરેક વાતમાં શહેરોને ટક્કર મારતાં હોય છે, પરંતું શહેરોની હાલત ગંભીર હોય એવું લાગી રહ્યું છે. આવી જ કંઈક હાલત છે સિહોર શહેરની. અહીંના લોકો ઘણા સમયથી રોડ, પાણી, ગટર, સફાઈ, રખડતાં ઢોર અને શેરીઓમાં ખુલ્લા રખડતા શ્વાનથી ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે. ખરેખરમાં સિહોરની સ્થિતિ, કેટલા સમયથી સ્થાનિકો ભોગવી રહ્યા છે.
રખડતાં ઢોરનો એટલો ત્રાસ વધી ગયો છે કે લોકોનું બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. એ સિવાય શહેરમાં સ્થાનિકોની પ્રાથમિક સુવિધાઓમાં પણ અભાવ જોવા મળી રહ્યો છે. જે પાણી આપવામાં આવે છે એ પીવાલાયક તો છોડો, નાહવાલાયક પણ નથી. અને એ પણ અનિયમિત. શહેરીજનો સમયસર વેરો અને પાણીના ટેક્સ ભરતા હોવા છતા કોઈપણ પ્રકારની સુવિધા મળતી નથી. ગંદકી એટલી છે કે ગામડા કરતાં બદતર હાલત કરી છે પણ તંત્રને નથી કરવું કામ…..