Gujarat
રાજ્યમાં શીતલહેર : ઠંડા પવનો ફૂંકાવાની સાથે નલિયામાં લઘુત્તમ 2 અને અમદાવાદ 10 ડિગ્રીથી ઠંડુગાર
રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઠંડીએ જોર પકડ્યું છે. સતત ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. દિવસે પણ પવનના કારણે લોકો ગરમ કપડામાં નજરે આવ્યા હતા. ગુજરાતમાં સૌથી નીચું કચ્છ જિલ્લાના નલિયામાં 24 કલાકમાં 6 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. અમદાવાદમાં પારો 10 ડિગ્રીએ પહોંચતા લોકોએ ઠંડી અનુભવી હતી.
હવામાન ખાતાના અધિકારીઓ જણાવી રહ્યાં છે કે, શુક્રવારથી રાજ્યમાં ઠંડીનું જોર ઘટવા લાગશે. તાપમાનનો પારો પણ ઉંચકાશે.
તાલાલામાં પવનથી આંબા પર આવેલ મોર ખરી પડ્યાં
તલાલા પંથકમાં ભારે પવનથી આંબા પર આવેલા મોરના ડોકા તૂટી નીચે પડ્યા હતા. ભારે પવનના કારણે આંબા નીચે મોરના ઢગલા થયા હતા. કેરીની આવકમાં આ મોટી અસર સાબિત થઈ શકે છે.
જૂનાગઢ -પાવાગઢમાં રોપ-વે બંધ
સતત બીજા દિવસે પણ જૂનાગઢ અને પાવાગઢમાં રોપ-વે બંધ રાખવાની ફરજ પડી હતી. યાત્રિકોની સુરક્ષાના કારણે રોપ-વે બંધ રાખ્યો હતો. ઓખા દરિયામાં પણ ખરાબ હવાના ફેરી બોટની સેવા બંધ કરી દેવાઈ છે.
શહેર
- અમદાવાદ 10
- ગાંધીનગર 6.9
- વિસનગર 9.4
- વડોદરા 11.6
- વલસાડ 13.5
- સુરત 15.2