Sihor
સિહોર પંથકમાં છાંટા : જિલ્લાભરમાં વાદળા છવાયા
ગૌતમ જાદવ
- આખો દિવસ અસહ્ય ઉકળાટ : કમોસમી માવઠાની આગાહીથી ખેડૂતો ચિંતીત, સિહોરના સોનગઢ અને ઉમરાળા પંથકમાં પડ્યો કમોસમી વરસાદ
સમગ્ર સૌરાષ્ટ્રની સાથોસાથ ભાવનગર શહેર અને જિલ્લામાં તારીખ 4 થી 6 દરમિયાન કમોસમી માવઠુ પડવાની રાજ્યના હવામાન વિભાગે કરેલી આગાહીના પગલે આજે ભાવનગર જિલ્લાના ઉમરાળા અને સોનગઢ પંથકમાં બપોર બાદ કમોસમી વરસાદ પડ્યો હતો અને રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. આજે સાંજે શહેર જિલ્લાના ઉમરાળા અને સોનગઢ પંથકમાં વરસાદ પડ્યો હોવાનો અહેવાલ પ્રાપ્ત થયેલ છે. ભાવનગર શહેર અને જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વાદળીયું વાતાવરણ રહેતા આવતીકાલે કમોસમી વરસાદની સંભાવના છે.
ભાવનગર શહેર અને જિલ્લાભરમાં આવતીકાલે માવઠાની હવામાન ખાતાની આગાહી કરી છે ત્યારે આજે શનિવારે દિવસભર વાદળછાયુ વાતાવરણ રહેવા પામ્યું હતુ બપોરે થોડા સમય માટે તડકો નીકળ્યો હતો. સાંજે ફરી વાતાવરણ ધૂંધવાયું હતું. જિલ્લામાં આવતીકાલે કમોસમી વરસાદ પડે તેવો માહોલ ઊભો થયો છે. દિવસ ભર વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે મહત્તમ તાપમાન 37.3 ડીગ્રી રહેવા પામ્યુ હતુ. જિલ્લામાં વાછળછાયું વાતાવરણ છવાતા ચિંતા વધી છે. અને ગરમીમાં વધારો થઇ રહ્યો છે. સિહોર તેમજ જિલ્લાના તાલુકા મથક હોય આજે અચાનક જ હવામાનમાં પલટો થતા વાદળછાયુ વાતાવરણ રહ્યું છે અને આજે સામાન્ય છાંટાઓ પણ પડ્યા હતા જેને લઈ ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી જવા પામી હતી સાંજના સમયે સૂર્યનારાયણના દર્શન પણ દુર્લભ બન્યા હતા