Sports
રોહિત શર્માએ પૂર્ણ કરી 250 IPL સિક્સર, આવું કરનાર પ્રથમ ભારતીય; જુઓ ટોપ-5ની લિસ્ટ

રોહિત શર્માએ IPL 2023ની 31મી મેચમાં પંજાબ કિંગ્સ સામે 27 બોલમાં 44 રનની ઈનિંગ રમી હતી, જેમાં 4 ફોર અને 3 સિક્સ સામેલ હતી. આ દરમિયાન તેણે IPLમાં 250 સિક્સર પૂરી કરી. આવું કરનાર તે પ્રથમ ભારતીય બન્યો.
ચાલો IPLમાં સૌથી વધુ છગ્ગા મારનાર ટોપ-5 ખેલાડીઓની યાદી જોઈએ:-
ક્રિસ ગેલે IPLમાં માત્ર 141 ઇનિંગ્સમાં સૌથી વધુ 357 સિક્સર ફટકારી છે. તે આ લિસ્ટમાં ટોચ પર છે.
આ લિસ્ટમાં એબી ડિવિલિયર્સ બીજા ક્રમે છે જેણે 170 ઇનિંગ્સમાં 251 સિક્સર ફટકારી છે.
રોહિત શર્મા હવે એકંદરે ત્રીજો અને 250 છગ્ગા મારનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે. તેણે 233મી મેચની 228મી ઇનિંગમાં આ કર્યું હતું.
એમએસ ધોનીએ અત્યાર સુધી 210 ઇનિંગ્સમાં કુલ 235 સિક્સર ફટકારી છે અને તે આ યાદીમાં ચોથા સ્થાને છે.
વિરાટ કોહલીએ અત્યાર સુધી 221 IPL ઇનિંગ્સમાં 229 સિક્સર ફટકારી છે અને તે પાંચમા સ્થાને છે.