Sihor
સિહોરના સુખનાથ વિસ્તારમાં રહેતા માલધારી પરિવારોની રજુઆત ; સેવાના નામે 7 વિધા જમીનનું થયેલ દબાળ તત્કાલ હટાવો
પવાર
સિહોરના સુખનાથ થી સાગવાડી જતા માર્ગ પરના રસ્તામાં અને સરકારી જગ્યામાં થયેલ દબાણને લઈ માલધારી સમાજ દ્વારા રજુઆત થઈ છે, સુખનાથ તળેટીના ફાયરીંગ બડની બાજુમાં માલધારી વિસ્તારના રહીશોએ રજુઆત કરી છે કે અમે તમામ પશુપાલનનો વ્યવસાય કરીએ છે અને અમે અહીં તમામ રહેણાંકનુ મકાન ધરાવીએ છીએ સુખનાથ તળેટીના ફાયરીંગ બડની બાજુમાં માલધારી વિસ્તાર ના રહીશ તમામને પશુપાલન ને લઈ–જવા આવવા તેમજે ટ્રેકટર, ખેતી ના વાહનો તેમજ, પશુપાલન માટે લઈ જવા તેમજ વાડીએ જવા આવવા માટે સુખનાથ તળેટીના ફાયરીંગ બડની બાજુમાંથી રામટેકરી ધ્રુપકા અને સાગવાડી જવાનો જાહેર રસ્તાનો વર્ષોથી ઉપયોગ કરીએ છે પરંતુ અમારા વિસ્તારની બાજુમાં મુકેશભાઈ રામજીભાઈ કોળી, રામજીભાઈ કોળી તેમના પરીવારના લોકોએ વર્ષો જુનો આશરે ૨૦ ફુટ નો જાહેર રસ્તો છે તે બંધ કરી દીધો છે.
હવે પછી તમે અહી ચાલતા નહી કહી રસ્તામાં તાર ફેન્સિંગ કરી નાખ્યું છે. માર્ગ વર્ષો જુનો છે આ જાહેર માર્ગથી પશુપાલન માટે તેના લગતી સામગ્રી લઈ સાધનો લઈ આવવા જવા માટે વર્ષો થી ઉપયોગ કરતા હતા પરંતુ મુકેશભાઈ રામજીભાઈ કોળી, રામજીભાઈ કોળીએ તે રસ્તો બંધ કરતા ભારે હાલાકી પડી રહી છે. જાહેર રસ્તા પર તેના પરીવાર દ્વારા અંદાજે સાત વિધા જેટલી સરકારી જમીનમાં દબાણ કર્યું છે. અને તે જગ્યાએ તેઓ અને તેના ત્રણ ચાર પરીવારો રહે છે. અને તેઓએ આ જગ્યામાં દેખાવ પુરતુ ફકત રોડની સાઈડમાં પક્ષી ઘર કરી અને તે પણ અંદાજે ૫૦૦ વારમાં હશે અને તેઓ દ્વારા આ ખોટા સેવાના નામે ખોટી રીતે સરકારી અંદાજે ૭ વિઘા માં કબ્જો કર્યો છે. રસ્તામાં ચાલવામાં અને પશુપાલનની વસ્તુ લેવા અને વાહનો લઈ જવામાં રસ્તો અને જમીન ખુલ્લી કરાવવાની માંગ માલધારી પરિવારોએ કરી છે