Sihor
જાતીય સતામણી કરનારાઓ સામે અવાજ ઉઠાવો, કઈ પણ તકલીફ હોઈ તો પોલીસનો સંપર્ક કરો ; પીઆઇ ભરવાડ

પવાર
સતામણીના બનાવોને અટકાવવા સિહોર પોલીસ દ્વારા સ્કૂલો, કોલેજો, ગ્રામ્ય વિસ્તારોમાં સેમિનારોનું આયોજન, વધતા જતા જાતીય સતામણીના બનાવોને નિવારવા ટાણાની સંઘવી હાઈસ્કૂલમાં સેમિનાર યોજાયો
જાતીય સતામણીનુ સામાજિક દૂષણ સમાજમાં ચિંતાજનક રીતે વધી રહ્યુ છે. પરંતુ જાતીય સતામણી કરનારાઓ સામે અવાજ ઉઠાવવામાં આવે અને પ્રતિકાર કરવામાં આવે તો બીજા લોકોમાં પણ જાગૃતિ અને હિમંત આવશે. ઘણી વખત નાની ઉંમરમાં જ પરિચિતો દ્વારા જાતીય સતામણી થાય છે પરંતુ આવા બનાવો જાહેર થતા નથી. ઉપરોક્ત વાત સિહોરના પીઆઇ ભરવાડએ ટાણાની સંઘવી હાઈસ્કૂલમાં યોજાયેલ જાતીય સતામણી નિવારણ સેમિનારમાં કહી હતી. ટાણાની સંઘવી હાઈસ્કૂલમાં યોજાયેલ સેમિનારમાં ભરવાડએ વધુમાં જણાવ્યુ કે, આપણે કોઈ ઘટના બને ત્યારે વિરોધ ઉઠાવીએ છે. પરંતુ હકીકતમાં પાણી આવે તે પહેલા પાર બાંધવાની જરૂર છે.
સમાજમાં આવા દુષ્કૃત્યો કરનારાઓને સબક શીખવાડવા માટે જાગૃત થવાની જરૂર છે. ઘણી વખત નાની ઉંમરમાં જ જાતીય સતામણી થાય છે. પરંતુ તે બહાર આવતી નથી. ખાસ કરીને શાળાના બાળકો સાથે થતી જાતીય સતામણી અંગે શાળાના આચાર્ય અને શિક્ષકો જો તકેદારી રાખે તો સતામણીના કિસ્સા અટકાવી શકાય તેમજ શાળા બહાર લુખ્ખા ટપોરીના અડ્ડા પણ બંધ થઈ શકે છે. જાતીય સતામણીના કિસ્સા બહાર આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવી. તેમજ કોઇ આવારા તત્વો હેરાન પરેશાન કરે નહિ અને એવી કોઇ નાની મોટી સમસ્યા હોય તેમજ સ્કુલની આસપાસ રોમીયોગીરી કરતા કોઇ આવારા અસમાજીક તત્વોની હેરાનગતી હોય તો કોઇપણ જાતની મુંઝવણ અનુભવ્યા વિના પોલીસ સ્ટેશન કે મહીલા હેલ્પલાઇન તેમજ શી ટીમ ને જાણ કરવી જે અનુસંધાને અસરકારક પગલા લેવામા આવશે તેની ખાતરી પીઆઇ ભરવાડે આપી હતી