Sihor
સિહોરમાં તમાકુના વેપારીઓને ત્યાં દરોડા ; 10થી વધુ વેપારીને ફટકારાયો દંડ

પવાર
- આરોગ્ય વિભાગની ટાસ્ક ફોર્સની રેડ, તમાકુથી કેન્સર થાય છેના બોર્ડ સહિતનાં નિયમોનાં ઉલ્લંઘન બદલ સઘન કાર્યવાહી, વેપારીઓમાં ફફડાટ
સિહોરમાં આજે ભાવનગર જિલ્લા આરોગ્ય વિભાગની તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ટાસ્ક ફોર્સ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ, રેડની કામગીરી કરી અનેક સ્થળો પર રેડ કરી હતી જેમાં ૧૦ દુકાન ધારકો પાસેથી દંડ વસુલ કરાયો હતો. તમાકુ કે તમાકુની બનાવટ વહેચતા નાંના-મોટા વેપારીઓ,પાન-ગલ્લા પાર્લર વગેરે ૧૦ સ્થળો પર આકસ્મિક ચેકિંગ હાથ ધરી ૧૦ જેટલા દુકાન ધારકો પાસેથી દંડ વસુલ કરવામાં આવ્યો હતો.જેમાં વેપારીઓ દ્વારા તમાકુથી કેન્સર થાય છે અને ૧૮ વર્ષથી નાની ઉંમરની વ્યક્તિનેતમાકુ નું વેચાણએ દંડનીય ગુનો છે અને સિગારેટ તથા બીડીના છુટક વેચાણ પ્રતિબંધિત છે.
એવું લખાણ સાથે નિદષ્ટ આરોગ્ય વિષયક ચેતવણી વિના સિગારેટસ અને તમાકુર્ની અન્ય બનાવટોનું વેચાણ કરવા પર પ્રતિબંધ.બીડી,બીસ્ટોલ/સિગારેટના પેકેટ ઉપર ૮૫ ટકા ભાગમાં તમાકુ જીવલેણ છે.તમાકુના સેવનથી કેન્સર થાય છે. તેવું સચિત્ર ચેતવણી અને શાળાની આજુ બાજુમાં તમાકુ વેચાણ પ્રતિબંધિત જેવી બાબતો સાથે પાકા બીલ વગરની પરદેશી બનાવટની ઈમ્પોટેડ સિગારેટનું બિન અધિકૃત રીતે વેચાણ વગેરે સહિતની બાબતો આવરી લેવામાં આવી હતી. આ કામગીરીમાં તાલુકા આરોગ્ય અધિકારી, સ્ટેટ ટ્રાન્સપોર્ટ વિભાગના અધિકારી,પોલીસ વિભાગના અધિકારી, તાલુકા સુપરવાઇઝર દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.