Connect with us

Sihor

ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પૂનઃ જગત પ્રકાશ નડ્ડા નિયુક્ત થતાં ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા આવકાર

Published

on

Pune: Jagat Prakash Nadda appointed as BJP National President welcomed by Bhavnagar district BJP

કુવાડિયા

ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પૂનઃ જગત પ્રકાશ નડ્ડા નિયુક્ત થતાં ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા આવકાર સાથે અભિનંદનની લાગણી વ્યક્ત થઈ છે. ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ અધ્યક્ષ મૂકેશભાઈ લંગાળિયાએ જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ સાથે દેશની નોંધ વિશ્વમાં લેવાઈ રહી છે, જે માટે ભાજપ દ્વારા રાષ્ટ્રીય ભાવના અને વિકાસની દિશા માટે સંગઠન મહત્વની બાબત છે, જે માટે રાષ્ટ્રીય અધ્યક્ષ રહેલા  જગતપ્રકાશ નડ્ડાના નેતૃત્વમાં પક્ષ આગળ વધી રહ્યો છે.

Pune: Jagat Prakash Nadda appointed as BJP National President welcomed by Bhavnagar district BJP

આ સુખદ સંજોગોમાં ભાજપ દ્વારા ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પૂનઃ જગત પ્રકાશ નડ્ડા નિયુક્ત થયા છે. આ નિયુક્તિ માટે ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા આવકાર સાથે અભિનંદનની લાગણી વ્યક્ત થઈ છે. જિલ્લા ભાજપ મહામંત્રીઓ હરેશભાઈ વાઘ, ભુપતભાઈ બારૈયા તથા કેતનભાઈ કાંત્રોડિયા સાથે જિલ્લા સંગઠન દ્વારા શુભકામનાઓ વ્યક્ત કરાઈ છે તેમ જિલ્લા પ્રવકતા કિશોર ભટ્ટની યાદીમાં જણાવાયું છે.

error: Content is protected !!