Connect with us

Bhavnagar

વડાપ્રધાન મોદી આજે ભાવનગરના મોતીબાગ ટાઉનહોલના રિનોવેશન અને રિ-ડેવલપમેન્ટ કાર્યનું લોકાર્પણ કરશે

Published

on

prime-minister-modi-will-inaugurate-the-motibag-town-hall-renovation-and-re-development-work-of-bhavnagar-today
  • આ એ ઐતિહાસિક ટાઉનહોલ છે જ્યાં મહારાજા કૃષ્ણકુમારજીનો રાજ્યાભિષેક થયો હતો

  • આ હોલમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સરદાર વલ્લભભાઇ પટેલને પોતાનું રજવાડું સોંપવાના દસ્તાવેજ સુપ્રત કર્યા હતાં

  • પુરાતન યાદોને સંગ્રહીને આજે પણ આ ટાઉન હોલ ઇતિહાસની સાહેદી પૂરતો અડીખમ ઉભો છે

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તેમની તા. ૨૯ મી સપ્ટેમ્બરની ભાવનગર મુલાકાત વખતે મોતીબાગ ખાતે આવેલ ટાઉન હોલના રીનોવેશન તથા રી-ડેવલોપમેન્ટના કામનું લોકાર્પણ કરવાનાં છે.

prime-minister-modi-will-inaugurate-the-motibag-town-hall-renovation-and-re-development-work-of-bhavnagar-today

આ હોલનું રીનોવેશન તથા રી-ડેવલોપમેન્ટનું કામ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની “આગવી ઓળખ” ની રૂા. ૫.૩૧ કરોડની ગ્રાંટમાંથી રૂા. ૫.૦૫ કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે.

prime-minister-modi-will-inaugurate-the-motibag-town-hall-renovation-and-re-development-work-of-bhavnagar-today

આ હોલના આકર્ષણ તરીકે ટાઉનહોલના બાંધકામની હેરીટેઝ વેલ્યુ તથા મૂળભૂત ઓળખ જળવાઇ રહે તે રીતે રેટ્રોફીકેશન વર્ક કરવામાં આવ્યું છે. તેમજ આ ટાઉનહોલની સુંદરતામાં વધારો થાય તે માટે આજુબાજુની જગ્યાએ લેન્ડ સ્કેપીંગ દ્વારા આકર્ષણમાં વધારો કરવામાં આવ્યો છે.

prime-minister-modi-will-inaugurate-the-motibag-town-hall-renovation-and-re-development-work-of-bhavnagar-today

આ હોલ ઐતિહાસીક એટલાં માટે છે કે, મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો રાજ્યાભિષેક આ હોલમાં થયો હતો. લોકોને તેમના રાજ્યાભિષેક બાદ એક નવું સંકુલ મળે તે હેતુથી આ હોલમાં તેમનો રાજ્યાભિષેક થયો હતો.

prime-minister-modi-will-inaugurate-the-motibag-town-hall-renovation-and-re-development-work-of-bhavnagar-today

બીજી એક રોચક બાબત એ છે કે, આ એ જ હોલ છે કે, જેમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ભાવનગરના રજવાડાના ભારત સંઘમાં વિલીનીકરણના દસ્તાવેજો સરદાર વલ્લભભાઇ પટેલને આ હોલમાં જ સોંપ્યાં હતાં.

prime-minister-modi-will-inaugurate-the-motibag-town-hall-renovation-and-re-development-work-of-bhavnagar-today

આ રીતે આ હોલ ઐતિહાસિક મહત્વ ધરાવતો હોલ છે. ઐતિહાસિક કોતરણી અને બેનમૂન કારીગરી ધરાવતો આ હોલ જોવાં લાયક છે. ઇતિહાસની સાહેદી પૂરતાં આ હોલનું રિનોવેશન થતાં લોકોને તેમના વિવિધ પ્રસંગો માટેનું એક નવું સરનામું ઉપલબ્ધ થશે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!