Connect with us

Bhavnagar

ભાવનગરમાં મોદીના કાર્યક્રમને લઇ વાહનોના પાર્કિંગની કરાઈ વ્યવસ્થા

Published

on

Parking of vehicles arranged for Modi's program in Bhavnagar

-સુનિલ પટેલ

ભારતના વડાપ્રધાનશ્રી તા. ૨૯/૦૯/૨૦૨૨ ના ભાવનગર શહેર જવાહર મેદાન ખાતેના કાર્યક્રમ પધારનાર છે. આ કાર્યક્રમમાં ભાગ લેવાં ભાવનગર શહેર તથા જિલ્લામાંથી તેમજ બોટાદ તથા અમરેલી જિલ્લામાંથી એસ.ટી.બસ/ખાનગી બસ તેમજ ફોર વ્હીલ ટુ વ્હીલર દ્વારા લોકો આ કાર્યક્રમમાં આવનાર છે.

જેથી ભાવનગર જવાહર મેદાન આસપાસના રસ્તાઓ પર વાહન પ્રવેશબંધીનું જાહેરનામું જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, ભાવનગર દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

ઉપરોકત કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા તેમજ આજુબાજુના જિલ્લામાંથી આવનાર એસ.ટી.બસ/ખાનગી બસ તેમજ ફોર વ્હીલ ટુ વ્હીલર વાહનો માટે રસ્તાઓના રૂટ તથા કયા સ્થળે વાહનો પાર્કીંગ કરવા અંગેની માહિતી નીચે મુજબ છે.

Parking of vehicles arranged for Modi's program in Bhavnagar

બસ પાર્કીંગઃ-
(૧) એ.વી.સ્કુલ ગ્રાઉન્ડ,ક્રેસન્ટ સર્કલ પાસે (૨) ડોનચોક,કૃષ્ણનગર (૩) એન.સી.સી ગ્રાઉન્ડ,જીલ્લા જેલ પાસે (૪) આઇ.ટી.આઇસામેનુ ગ્રાઉન્ડ (૫) પેડક ગ્રાઉન્ડ,યુનિર્વસીટી (૬) સમરસ ગ્રાઉન્ડ,યુનિર્વસીટી (૭) ટોમાટીનો ગ્રાઉન્ડ,યુનિર્વસીટી (૮) કા.બીડ પાણીની ટાંકી,સંજયસિંહ ના બંગલા પાસેનુ ગ્રાઉન્ડ (૯) રેલ્વે ગ્રાઉન્ડ,સંસ્કાર મંડળ

Advertisement

કાર પાર્કીગઃ-
(૧) ગુલીસ્તા ગ્રાઉન્ડ,આતાભાઇ ચોક પાસે ( VVIP ) (૨) ગુરૂદ્વારા સામેનુ ગ્રાઉન્ડ ( VIP ) (૩) મનુભાઇ ગાઠીયા સામે નુ ગ્રાઉન્ડ,રબ્બર ફેકટરી (VIP)

જનરલ કાર પાર્કીગઃ-
(૧) જી.એસ.ટી ગ્રાઉન્ડ,સરદારનગર(૨) એચ.જે લો કોલેજ ગ્રાઉન્ડ,સરદારનગર (૩) અક્ષરવાડી ગ્રાઉન્ડ,વાધાવાડી રોડ (૪) શામળદાસ કોલેજ ગ્રાઉન્ડ,વાધાવાડી રોડ (૫) દક્ષિણા ક્રિકેટ એકેડેમી ગ્રાઉન્ડ,વાઘાવાડી રોડ (૬) વિધાર્થી ગૃહ ગ્રાઉન્ડ,વાઘાવાડી રોડ (૭) નિરમા ગ્રાઉન્ડ,જુડીયો શો રૂમની સામેના ખાંચામા; (૮) સેન્ટ મેરી સ્કુલ ગ્રાઉન્ડ,શિવાજી સર્કલ

ટુ વ્હીલર પાર્કીંગઃ-
(૧) કે.એસ.એમ સ્પોર્ટસ ગ્રાઉન્ડ,ધોધા સર્કલ (૨) સીન્ધી સ્કુલ,સરદારનગર (૩) દક્ષિણા મૃર્તિ સ્કુલ ગ્રાઉન્ડ,વાધાવાડી રોડ (૪) નિરૂ પટેલ બોર્ડીગ ગ્રાઉન્ડ,વાઘાવાડી રોડ (૫) ઘરશાળા સ્કુલ ગ્રાઉન્ડ,વાધાવાડી રોડ.

ઉપરોકત જણાવેલ પાર્કીંગમાં નીચે જણાવેલ ૪ (ચાર) રૂટો પરથી વાહનો લાવવાના રહેશે.

Parking of vehicles arranged for Modi's program in Bhavnagar

રૂટ નં.- ૦૧– કેબલ બ્રિજ- જુના બંદર રોડ – પ્રેસ રોડ – વાલ્કેટ ચોકી – ટેકરી ચોક- પ્રભુદાસ તળાવ- શિશુ વિહાર સર્કલ – ડોન ચોક- મેઘાણી સર્કલ થી ક્રેસન્ટ સર્કલ એ.વી.સ્કુલ ગ્રાઉન્ડ

Advertisement

રૂટ નં.-૦૨ – વરતેજ ચોકડી- સીતારામ હોટેલ – સીદસર ગામ બાયપાસ – એસ.એસ.એન્જી.કોલેજ તરફ- હિલ પાર્ક-રાજપથ કલબ-સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ- લીલા સર્કલ- વિરાણી સર્કલ- કાળીયાબીડ પાણી ની ટાંકી- વાઘાવાડી રોડ- એચ..ડી.એફ.સી બેન્ક/પરીમલ ચોક –કાળભા રોડ – ચિતરંજન ચોક – તાલુકા મામલતદાર કચેરી ( વળીયા કોલેજ) આઇ.ટી.આઇ ગ્રાઉન્ડ-સમરસ ગ્રાઉન્ડ

રૂટ નં.-૦૩ – બુધેલ ગામ- અધેવાડા ગામ- ટોપ થ્રી – દુઃખી શ્યામ બાપા સર્કલ- રામમંત્ર મંદિર- ભાંગલીગેટ- નિર્મલ પ્લાઝા – રેલ્વે ગ્રાઉન્ડ – વડોદરીયા પાર્ક – એસ.બી.આઇ ટ્રેનિગ સેન્ટર – પુજારા ટેલીકોમ – કા.બીડ પાણીની ટાંકી

રૂટ નં.-૦૪ – અકવાડા- મંત્રેશ કોમ્પ્લેક્ષ – આસ્થા હોમ્સ – લાલાબાપ ચોક – માલધારી સોસાયટી – રેલ્વે ગ્રાઉન્ડ

ઉપરોકત અલગ-અલગ પાર્કિંગ ખાતે આવવાં તેમજ જવાં માટે જણાવેલ રૂટો પર જ વાહનવ્યવહાર થાય તેમજ જાહેર જનતાને મુશ્કેલી ન પડે તે સારૂ પોલીસ તંત્ર દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!