Connect with us

Sihor

સિહોરના પાંચતલાવડા ગામે ફરી કરાયો ગ્રામસભાનો બહિષ્કાર

Published

on

Panchatalavada village of Sihore again boycotted the Gram Sabha
  • લોકો રજુઆત કરી કરી થાકે છતાં કામો થતા નથી, રોડ રસ્તા અને પ્રાથમિક સુવિધાની દશા એની એ, લોકોએ કહ્યું ગ્રામસભા જ નહિ ચૂંટણીનો પણ બહિષ્કાર કરવાનો છે

સિહોર તાલુકાના પાંચતલાવડા ગામની ગ્રામસભા જાણે તમાસો બની ગઈ છે તેમ વારંવાર બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. સંબંધિત ખાતાના અધિકારીઓ તંત્ર કે સરકારના પદાઅધિકારી સાંભળતા નથી માટે ગ્રામજનોેએ બીજી વખત બહિષ્કાર કર્યો હતો, જેને લઇને સંબંધિત તંત્ર દોડતું થયું છે પાંચતલાવડા ગ્રામસભા વિકાસના કામો નહીં કરતાં બીજી વખત ગ્રામસભાનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. ગામના લોકોની એક માંગ હતી કે સંબંધિત ખાતાના જવાબદારી અધિકારીઓને બોલાવીને પડતર પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે અહીંના રોડ રસ્તાઓથી કાચો લોકો પરેશાન છે.

Panchatalavada village of Sihore again boycotted the Gram Sabha

સરકાર દ્વારા આખા દેશમાં ગુજરાતના વિકાસ મોડલની ચર્ચાઓ કરવામાં આવે છે, ત્યારે હકીકત કઈ જુદીજ જોવા મળી હી છે.આંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો હજુ પણ પ્રાથમિક સુવિધા એવા પાકા રોડ રસ્તાથી વંચિત છે કદાચ ગ્રામ્ય જીવનની સ્થિતિ શહેરીઓ માટે સમજવી અઘરી છે ગરમીમાં ખાલી બાઈક પર એકાદ કિલોમીટરનો આંટો તો મારી આવો તો કદાચ ગામડાની મહિલાઓ પાણી માટે બેડલા ઉઠાવી એક નહીં પાંચ પાંચ કિલોમીટર સુધી દૂર જતી હોય તેની પીડા જરૂર સમજી શકાશે. કદાચ સરકારી નેતાઓ કે જે વિકાસની પીપુડી પર જ લોકોને નચાવતા રહે છે તેમને પણ એસી કારમાંથી બહાર નીકળતા જ ગરમીનો એહેસાસ થતો જ હશે પરંતુ તે ચામડી કદાચ થોડી વધુ જાડી છે જે આ પીડાને અનુભવી શકે તેમ નથી લાગી રહી. પાંચતલાવડા અને આજુબાજુના જુના પડતર પ્રશ્નો અન વિકાસના કામો પહેલા કરો અધિકારી રૂબરૂ આવે અને અમાર જુના પડતર પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે પછી જ ગ્રામસભા યોજાશે તેવું લોકોએ કહ્યું છે

error: Content is protected !!