Connect with us

Sihor

સિહોરની જે જે મહેતા ગલર્સ હાઇસ્કુલ ખાતે 411 દીકરીઓને સાઇકલનું વિતરણ કરાયુ

Published

on

distributed-bicycles-to-411-girls-at-jj-mehta-girls-high-school-sihore
  • સરકારની સરસ્વતી સાધના સાઇકલ સહાય અંતર્ગત 411 વિધાર્થીનીઓને સાઈકલની ભેટ

રાજ્ય સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત દીકરીઓનીને ભણતર વધારવા માટે સાક્ષરતા વધારવા શિક્ષણ ક્ષેત્રે અનેક સહાય આપવામાં આવે છે. જેમાં રાજ્ય સરકારની સરસ્વતી સાધના સાઇકલ સહાય અંતર્ગત સહાય આપવાનો કાર્યક્રમ ધી સિહોર એજયુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી જે . જે . મહેતા વિવિધલક્ષી ગર્લ્સ હાઈસ્કુલ ખાતે રાખવામાં આવ્યો હતો.

distributed-bicycles-to-411-girls-at-jj-mehta-girls-high-school-sihore

જેમાં શાળાની ધોરણ -9માં અભ્યાસ કરતી 411 વિદ્યાર્થીની વ્હેનોને ગુજરાત સરકાર દ્વારા સરસ્વતી સાધના સાયકલ સહાય યોજના અંતર્ગત સાયકલ વિતરણ કરેલ આ કાર્યક્રમમાં સિહોર એજયુકેશન સોસાયટી નાં માનદમંત્રી અશ્વિનભાઈ ગોરડીયા તથા ભરતભાઈ મલુકા તથા સભ્ય વિનુભાઈ સોની , નિતીનભાઈ સોની , દિનેશભાઈ દુધેલા તથા પન્નાબેન મહેતા તથા ઈલાબેન જાની ખાસ ઉપસ્થિત રહયા હતા .શાળા પરિવાર દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

error: Content is protected !!