Connect with us

National

સિક્કિમમાં શહીદ થયેલા સેનાના 16 જવાનોના પરિવારોને પૂ.મોરારીબાપુ દ્વારા આર્થિક સહાય કરાઇ

Published

on

p-moraribapu-provided-financial-assistance-to-the-families-of-16-army-personnel-who-died-in-sikkim

પવાર

થોડા દિવસ પહેલાં ઉત્તરી સિક્કિમમાં જેમામાં સેનાના એક ટ્રક તીવ્ર વળાંક ઉપર આગળ વધતી વખતે ખાઇમાં પડીને દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું. આ ઘટનામાં ભારતીય સેનાના 16 જવાનો શહીદ થયાં હતાં. ભારતના વીર સપૂતોને વિનમ્ર શ્રદ્ધાંજલી પાઠવા પરમ પૂજ્ય મોરારીબાપુએ આજે તેમની વ્યાસપીઠ ઉપરથી દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ 16 જવાનોના પરિવારોને રૂ. 25-25 હજારની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી.

p-moraribapu-provided-financial-assistance-to-the-families-of-16-army-personnel-who-died-in-sikkim

પૂજ્ય બાપુએ જણાવ્યું હતું કે, માં ભારતનીની સેવા કરતાં આપણા વીર જવાનોના જીવન ખૂબ જ અમૂલ્ય છે અને તેને નાણાકીય સહાયથી ભરપાઇ કરવું અશક્ય છે. તેમ છતાં તેમના પરિવારજનો પ્રત્યે લાગણી વ્યક્ત કરતાં આર્થિક સહાય જાહેર કરાઇ છે.

Continue Reading
Advertisement
error: Content is protected !!