Bhavnagar
ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સીટીમાં NSUI અને વિધાર્થીઓનું હલ્લાબોલ.

બરફવાલા
વિવિધ ૬ જેટલી માંગો ને લઇ કુલપતિને કરી રજૂઆત ; ઈસીની બેઠક શરુ હોય વિદ્યાર્થીઓને યુનિવર્સીટીનો ગેટ બંધ કરી પ્રવેશ ના કરવા દેતા રોષે ભરાયા.
ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સીટીના વિદ્યાર્થીઓએ આજે એન.એસ.યુ.આઈ ના નેજા હેઠળ પોતાના વિવિધ પ્રશ્નો મામલે ભારે સુત્રોચ્ચાર સાથે હલ્લાબોલ કરી તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માંગ કરી હતી. પ્રથમ તબક્કે યુનિવર્સીટીમાં ઇસી ની બેઠક ચાલી રહી હોય યુનિવર્સીટી નો ગેટ વિદ્યાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા અને તેમની માંગો અંગે કુલપતિને રજૂઆત અંગેની જીદ બાદ કુલપતિએ તેમની રજૂઆત સાંભળી હતી અને તેમના નિરાકરણની ખાતરી આપી હતી.
ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સીટી ખાતે આજે વિદ્યાર્થીઓ દ્વારા તેમની વિવિધ માંગોને લઇ તેના નિરાકરણ માટે એન.એસ.યુ.આઈ ના નેજા હેઠળ એક યોજેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા ભારે સુત્રોચ્ચાર સાથે યુનિવર્સીટી ગેટ પર પહોચતા ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો. આ સમયે યુનિવર્સીટીમાં ઇસી ની બેઠક શરુ હોય જેથી કુલપતિ ને રજૂઆત ના થઇ શકે તેમ જણાવતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા અને ગેટને ખોલવાની માંગ સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. તેમજ કુલપતિને રજૂઆતની જીદ બાદ આખરે કુલપતિ ને વિદ્યાર્થીઓને તેમને રજૂઆત કરી હતી
જેમાં કુલ ૬ પ્રશ્નો જેમાં બાહ્યઅભ્યાસક્રમ વિભાગમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ પ્રક્રિયા શરુ કરવામાં આવે,યુનિવર્સીટી સંચાલિત હોસ્ટેલોમાં ભારે ગંદકી છે તેને દુર કરી કાયમી સાફસફાઈની કામગીરી કરવામાં આવે, હોસ્ટેલમાં પીવાનું અને વપરાશમાં લેવાનું પાણી પૂરતા પ્રમાણમાં આપવામાં આવે,હોસ્ટેલમાં જમવાની બંધ કરવામાં આવેલી કેન્ટીન શરુ કરવા બાબત ,યુનિવર્સીટી ના પરિણામોમાં ભારે છબરડા જેમાં તાજેતરમાં અનેક વિષયોમાં ઝીરો માર્ક આપવામાં આવેલ હોય જે અંગે તપાસ કરવા સહિતની માંગો અંગે રજૂઆત કરી હતી જયારે આઅંગે કુલપતિએ પણ તેના યોગ્ય નિરાકરણની ખાતરી આપી હતી.