Connect with us

Business

હવે આ નાના વેપારીઓને પણ મળશે પેન્શન! જાણો શું છે આખો પ્લાન

Published

on

Now these small traders will also get pension! Know what the whole plan is

એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ સ્કીમમાં મોટા ફેરફારની તૈયારી છે. જેના પરિણામે વેપાર ધંધા કરતાં લોકોને પણ તેમાં સામેલ કરી શકાશે. એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન એ તેની નિવૃત્તિ યોજનાઓમાં પગાર અને કર્મચારીઓની સંખ્યા પરની મર્યાદા દૂર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. કર્મચારી ભવિષ્ય સંગઠન નિધિ બિઝનેસ કરવાવાળા લોકો માટે પેન્શન યોજના (Pension Schemes) ઘડી રહયું છે. આ પ્રયાસના કારણે વધુને વધુ લોકો EPFO સાથે જોડાઈ શકે. આ જ દિશામાં આગળ વધતા EPFO એ રિટાયરમેન્ટ સ્કીમમાં મળતા નાણાંની લિમિટ વધારવા પર વિચાર કરી રહયું છે.

અત્યારે EPFO યોજનામાં 15000થી વધુ માસિક આવક મેળવતા કર્મચારી અથવા જે કંપનીમાં 20થી વધુ લોકો કામ કરતા હોય, તે કર્મચારીઓ રિટાયરમેન્ટ સ્કીમનો લાભ લઇ શકે છે. EPFO આ નિયમોમાં ફેરફાર કરવા અંગે વિચારી રહયું છે. આ માટે તેઓ વિવિધ ડિપાર્ટમેન્ટ્સ અને હિતધારકોનો અભિપ્રાય લઇ રહ્યાં છે. હાલમાં EPFO પાસે 5.5 કરોડ થી વધુ સબસ્ક્રાઇબર્સ છે. EPFOએ પોતાનો કારોબાર કરતા લોકોને આ યોજના અંતર્ગત આવરી લેવાનો નિર્ણય કર્યો છે. આ માટે Employee Provident Fund And Miscellaneous provision Act, 1952માં ફેરફાર કરવો પડશે. એમાં કર્મચારીઓની સંખ્યા અને સેલરીની લિમિટને બદલવી કે દૂર કરવી પડશે. આમ કરવાથી મોટા ભાગના લોકોને તેમાં આવરી શકાશે.

કર્મચારી ભવિષ્ય સંગઠન નિધિ (EPFO )એ જૂન 2022 માં 18.36 લાખ નવા સદસ્યો બનાવ્યા હતા. પાછલા વર્ષે આ આજ મહિનામાં EPFOએ 12.83 લાખ નવા સદસ્યોને તેમની સાથે જોડ્યા હતા. જેથી જૂન 2022માં ગયા જૂન મહિનાની સાપેક્ષે EPFOએ 43% નવા સભ્યો ઉમેર્યા છે. લેબર મિનિસ્ટ્રીએ 20 ઓગસ્ટ, શનિવારે જાહેર કરેલ સુચનામાં આ માહિતી આપવામાં આવી છે. આ આંકડાઓ વેતન મેળવતા કર્મચારીઓ (Payroll ) પર આધારિત છે.

આંકડાઓ દર્શાવે છે કે, મે 2002ની સરખામણીએ EPFOએ જૂનમાં 9.21% વધુ સભ્યોને જોડ્યા છે. તેમજ જૂનમાં જોડાયેલા 18.36 લાખ સભ્યોમાંથી લગભગ 10.54 લાખ સભ્યો પહેલી વાર કર્મચારી ભવિષ્ય નિધિ અને વિવિધ જોગવાઈઓ અધિનિયમ, 1952 હેઠળ સામાજિક સુરક્ષા કવચમાં આવરી લેવામાં આવ્યા છે.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!