Connect with us

Bhavnagar

શ્રી ભાવનગર મોઢ વણિક સમાજ ટ્રસ્ટ દ્વારા ત્રિ-દિવસીય પુષ્ટિમાર્ગીય મનોરથનું ભવ્ય આયોજન કરાશે

Published

on

Sri Bhavnagar Modha Vanik Samaj Trust will organize a grand three-day confirmation procession

પવાર

ત્રિવસિય મનોરથમાં કાર્યક્રમમાં વૈષ્ણવો અનેરા ઉત્સાહ થી જોડાશે

Sri Bhavnagar Modha Vanik Samaj Trust will organize a grand three-day confirmation procession
ભાવનગરના આંગણે ત્રી દિવસીય પુષ્ટિમાર્ગીય મનોરથનો સાંસ્કૃતિક અને પ્રવિત્ર નગરી ભાવેણા ખાતે સોમ્યાજી દિક્ષિત પ.પુ.ગૌ.૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી (અમરેલી) ની મંગલ ઉપસ્થિતિ તથા અધ્યક્ષતામાં તા.૦૯-૦૯-૨૦૨૩ થી તા.૧૧-૦૯-૨૦૨૩ દરમિયાન બપોરનાં ૪ થી રાત્રીના ૮ સુધી મોતીબાગ ટાઉન હોલ ખાતે બ્રહ્મસંબંધ અને પુષ્ટિમાર્ગ ઉપર વચનામૃત આપશ્રી દ્વારા પ્રદાન કરવામાં આવશે તેમજ આ ત્રિ દિવસીય કાર્યક્રમમાં મુખ્યત્વે તા.૦૯-૦૯-૨૦૨૩ ના રોજ ભવ્ય શોભાયાત્રા બપોરે ૨-૦૦ કલાકે ડંકા નિશાન સાથે જશોનાથ સર્કલ થી મોતીબાગ ટાઉન હોલ શુભ સ્થળે આવશે.તા.૦૯-૦૯-૨૦૨૩ ના રોજ સાંજે ૪ થી ૮ દરમ્યાન આપશ્રી દ્વારા શ્રી યમુનાજી પ્રાકટ્ય મનોરથ કરવામાં આવશે. તા.૧૦-૦૯-૨૦૨૩ ના રોજ રાત્રીના ૯-૦૦ કલાકે ભાવનગરના સુપ્રસિધ્ધ કીર્તનકાર શ્રી સૌરભભાઈ શાહ તથા તેમની ટીમ દ્વારા શ્રી વલ્લભસાખી રજુ કરવામાં આવશે.વિશેષમાં ત્રિ-દિવસીય પુષ્ટિમાર્ગીય મનોરથમાં શ્રીમદ્ વલ્લભાચાર્ય શ્રી મહાપ્રભુજી ના ૮૪ બેઠકજી તથા શ્રી યમુના મહારાણીના લોટીજીના સુંદર દર્શનનો અલૌકિક લાભ મળશે.સાથોસાથ જે વૈષ્ણવ એ બ્રહ્મસંબંધ દીક્ષા તથા ઠાકોરજી સેવ્ય કરાવવા હોઈ તેઓએ ભાવેશભાઈ વોરા મો.૯૪૨૮૪૩૧૪૦૯ નો સંપર્ક કરવો. આ ત્રિ-દિવસીય કાર્યક્રમને લઇ વૈષ્ણવોમાં અનેરો ઉત્સાહ છે અને લોકો તરફથી અતિ સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે.શ્રી ભાવનગર મોઢ વણિક સમાજ દ્વારા વૈષ્ણવોને પધારવા ભાવભર્યું નિમંત્રણ છે.

error: Content is protected !!