Connect with us

Gujarat

ચોમાસાની સિઝન લઈ રહી છે વિદાય! પરંતુ રાજ્ય પર ચક્રવાતનો ખતરો

Published

on

Monsoon season is taking farewell! But the threat of cyclone over the state

કહેવાય છે કે રાજ્યમાં હવે ચોમાસાની વિદાયની તારીખ ધીરે ધીરે નજીક આવી રહી છે. પરંતુ મેઘરાજા વિદાય લેતા પહેલા રાજ્યને એક મોટી આપદાના ભરડામાં લેતા જશે. રાજ્ય પર વધુ એક ખતરો મંડરાઇ રહ્યો છે. આ ખતરો વરસાદનો નહીં પરંતુ વાવાઝોડાનો મંડરાઈ રહ્યો છે. જો ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આ આગાહી સાચી પડશે તો રાજ્યમાં ચક્રવાતની આફત આવશે. આ આફત બંગાળની ખાડીમાંથી આવશે.

ગુજરાતમાં 15 સપ્ટેમ્બરથી વરસાદની સિઝન પૂર્ણ થવાની આગાહી પણ કરવામાં આવી છે. પરંતુ તેના પહેલા એક મોટી આફતનો ખતરો મંડરાઈ રહ્યો છે. બીજી બાજુ હાલમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. તેમ છતાં હવામાન વિભાગે ગુજરાતમાં આગામી બે દિવસ સામાન્ય અને છૂટાછવાયા વરસાદને લઈને આગાહી કરી છે. બે દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે. રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ તથા છોટા ઉદેપુરમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલે દેશ પર વાવાઝોડની અસરની શક્યતા સાથે બંગાળની ખાડી પર સિસ્ટમ સક્રિય બનતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ ખાબકી શકે છે. 6થી 8 સપ્ટેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં વાવાઝોડું બનશે અને 12થી 17 સપ્ટેમ્બરમાં બંગાળી ખાડીમાં સિસ્ટમ સક્રિય બનશે. ઓક્ટોબર દરમિયાન નાના-મોટા ચક્રવાતમાં પરિણમશે. આ દરમિયાન અરબી સમુદ્રમાં હળવા પ્રકારનું લો પ્રેશર સક્રિય થશે.

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આ સિવાય 23 સપ્ટેમ્બરથી ઓકટોબર સુધી ભયંકર ગરમી લાગશે. જેના કારણે લોકલ સિસ્ટમ પણ ઊભી થવાની શક્યતા છે. જેના કારણે ગુજરાતમાં મોસમનો ટ્રીપલ ઍટેક જોવા મળી શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, બંગાળી ખાડીમાંથી વાવોઝાડાનો ત્રિપલ એટેકના ખતરાની સંભાવના છે. તેમણે જણાવ્યું છે કે સપ્ટેમ્બર મહિનામાં વાવાઝોના ત્રિપલ એટેકનું અનુમાન લગાવ્યું છે. આ વાવાઝોડાને લીધે ગુજરાતના દરિયા કિનારે પવનનું જોર વધશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડશે.

 

Advertisement
Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!