Connect with us

Sihor

સિહોર તાલુકા વિકાસ અધિકારીનું વિપક્ષી નેતા સાથે ગેરવર્તન : કરણસિંહે કહ્યું જરાય સાખી નહિ લઈએ

Published

on

misbehavior-of-sihore-taluk-development-officer-with-opposition-leader-karan-singh-said-not-to-take-sakhi-at-all

કાલે ગૌરવ યાત્રા સિહોરમાં છે ત્યારે મહિલા અધિકારીના વર્તનના કારણે વિવાદ છેડાયો : વિકાસ અધિકારીના ગેરવર્તનના કારણે કોંગ્રેસ લાલઘૂમ, તાલુકા પંચાયતના વિપક્ષી નેતા કરણસિંહ મોરી સાથે ગેરવર્તન કર્યાનો આરોપ, વિચારો અધિકારી ચૂંટાયેલા પ્રતિનિધિને અધિકારીઓ ગણકારતા નથી સરકારી કચેરીઓમાં સામાન્ય માણસનું શુ થશું હશે.?

ઓન ધ સ્પોટ રાત્રીના 8/30 કલાકે

શંખનાદ કાર્યાલય

આવતીકાલે સિહોરમાં ગૌરવ યાત્રા પ્રવેશે તેની પૂર્વ સંધ્યાએ વિવાદ છેડાયો છે તાલુકા વિકાસ અધિકારીએ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્ય અને વિપક્ષી નેતા કરણસિંહ સાથે ગેરવર્તન કર્યાનો આરોપ મુકાયો છે જેને લઈ સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે એક તરફ ભાજપની ગૌરવ યાત્રા ગુજરાતની 182 વિઘાનસભા બેઠકોને ખુંદીને ગુજરાતના ઘરે ઘરે જન જન સુઘી જઇ ભાજપની ભરોસોની સરકારનો હિસાબ આપવાનું કામ કરી રહી છે જે યાત્રાનું આવતીકાલે સિહોરમાં પ્રવેશ થનાર છે જેની પૂર્વ સંધ્યાએ તાલુકા વિકાસ અધિકારીના ગેરવર્તનના કારણે વિવાદ છેડાયો છે

સિહોર તાલુકા પંચાયતના વિપક્ષી નેતા અને ચૂંટાયેલા સભ્ય કરણસિંહ મોરીનો આરોપ છે કે સિહોર તાલુકા વિકાસ અધિકારીને ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ કામો ની ફાઈલ બાબતે અવાર નવાર રજૂઆત કરવા છતાં કેટલાક સમયથી તેમના ટેબલ ઉપર ફાઈલ ના ઢગલા હોય આ બાબતે સરપંચો દ્વારા કરવામાં આવતી રજૂઆત ને ધ્યાને લઈ ને રજૂઆત કરવા છતાં નિકાલ આવતો નથી ગઈકાલે બપોરે ૧:૩૦ કલાકે તાલુકા વિકાસ અધિકારી ને ફોન કરેલ પરંતુ ફોન રિસિવ કરેલ નહિ ત્યાર બાદ હું રૂબરૂ તાલુકા વિકાસ અધિકારી ને મળવા ગયેલ તો ત્યારે મેં રજૂઆત કરેલ કે સરપંચો દ્વારા કરવામાં આવેલ કામોની ફાઈલ નો નિકાલ લાવવાનું કહેલ તો તેમના દ્વારા કહેવામાં આવેલ કે સરકારનો નિયમ છે

Advertisement

કે ૧૫ દિવસ પછી જ ફાઈલ કમ્પલિટ થશે તમારે જ્યાં ફરિયાદ કરવી હોય તો કરો તો મે જણાવેલ કે તમે ફોન કેમ રિસિવ નથી કરતા તો અધિકારી દ્વારા એવું કહેલ કે મને સરકાર રિચાર્જ ના પૈસા નથી આપતી કે હું કોલ કરું કે ઉપાડું અધિકારી ના આવા વર્તન અને ડઘાઈ ગયેલ તાલુકા કક્ષાના જવાબદાર અધિકારી થઇને ચૂંટાયેલ પ્રતિનિધિ સાથે આવું વર્તન કરવામાં આવતું હોઈ તો આમ જનતાનું શું થતું હશે પોતાના સત્તાના પદના નશામાં કરવામાં આવેલ વર્તનને કોંગ્રેસ લાલઘુન બની છે અધિકારી સામે પગલાં લેવાની માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે અન્ય એક આરોપ કરણસિંહે કર્યો છે કે અધિકારી સહિત અન્ય કર્મચારીઓ સમયસર કચેરી ખાતે ફરજ પર બેદરકાર રહે છે જે મામલે પણ ઉચ્ચ સ્તરે રજુઆતો કરવામાં આવી છે ત્યારે અહીં ચૂંટાયેલા પ્રતિનિધિને અધિકારી ગણકારતા નથી તો સામાન્ય માણસનું શુ થશું હશે.? તે સવાલ મોટો છે..સમગ્ર વિવાદના મામલે શુ થાય તે જોવાનું રહ્યું

Continue Reading
Advertisement
error: Content is protected !!