Sihor
સિહોર ભાવનગર વચ્ચે અકસ્માત સર્જાતા : 2ના મોત

નાની ખોડિયાર નજીક અજાણ્યા વાહનએ મોટરસાયકલ ને અડફેટે લેતા બે વ્યક્તિએ જીવ ગુમાવ્યો : મોટર સાયકલ પર ભીકડાના બે વ્યક્તિઓ જઈ રહ્યા હતા ત્યારે સર્જાયો અકસ્માત
સિહોર ભાવનગર વચાળે આવેલ નાની ખોડીયાર મંદિર પાસે અજાણ્યા વાહને મોટરસાયકલને અડફેટે લેતા બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીપજા હતા આ બનાવની જાણ થતા ની સાથે જ વરતેજ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની જાણવા મળતી વિગત મુજબ સિહોર ભાવનગર વચાળે આવેલા નાની ખોડીયાર મંદિર નજીક થી મોટરસાયકલ પર પસાર થઈ રહેલા ભીખડા ગામે રહેતા આલજીભાઈ માધવજીભાઈ સોલંકી ઉંમર વર્ષ ૫૨ અને હકાભાઇ વાલજીભાઈ સોલંકી ઉંમર વર્ષ ૩૦ ત્યારે અજાણ્યા વાહને અડફેટે લેતા લાલજીભાઈ અને હકાભાઇ ના ઘટના સ્થળે જ મોત નીપજા હતા બાઈક પર બેસેલા હતા તે જ રીતે રોડ પર પટકાયા હતા અને આ જ સ્થિતિમાં બંનેના મોત નીપજ્યા હતા આ બનાવવાની જાણ થતા ની સાથે જ વરતેજ પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને મૃત દેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી