Jamnagar
એમ.પી. મેડમે ચાલુ કાર્યક્રમે મારા પર જે ટિપ્પણી કરી તે અયોગ્ય હતી તેનાથી મારા સ્વાભિમાનને ઠેંસ પહોંચી એટલે મારે બોલવું પડયુ : રીવાબા જાડેજા
બરફવાળા
જામનગરમાં આજરોજ મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમમાં ભાજપના ૩ ટોચના મહિલા પદાધિકારીઓ વચ્ચે ચકમક ઝર્યાની ઘટના સામે આવ્યા બાદ જામનગરના ધારાસભ્યનો મોટો ખુલાસો
ધારાસભ્ય રીવાબા જાડેજા અને સાંસદ પૂનમબેન માડમ તથા મેયર બીનાબેન કોઠારી વચ્ચે ચકમક ઝર્યા બાદ ધારાસભ્ય રીવાબા જાડેજાએ આ પ્રકરણ અંગે ખુલાસો કર્યો હતો. પત્રકારો સાથેની વાતચીતમાં રીવાબાએ કહ્યું હતું કે એમ.પી. મેડમ (સાંસદ)એ ચાલુ કાર્યક્રમે મારા ઉપર જે ટિપ્પણી કરી તે અયોગ્ય હતી અને તેનાથી મારા સ્વાભિમાનને ઠેસ પહોંચી એટલે મારે બોલવું પડયુ છે. રીવાબા જાડેજાએ જણાવ્યુ કે કોર્પોરેશનનો કાર્યક્રમ હતો. ૯ વાગ્યાનો કાર્યક્રમ હતો. પૂનમબેન ૧૦ – ૧૦:૩૦ વાગ્યે આવ્યા હતા અને સારી રીતે કાર્યક્રમ ચાલુ હતો.
આ તકે એમપી મેડમે કહ્યુ કે રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી પણ આવા કાર્યક્રમોમાં ચપ્પલ ઉતારતા નથી પરંતુ અમુક ઓવર સ્માર્ટ થઈને ચપ્પલ કાઢે છે. જે ટિપ્પણી મને માફક આવી ન હતી. આ બનાવમાં મેયર વચ્ચે આવતા મારે તેમને પણ કહેવું પડયુ હતું. બીનાબેન કોઠારીની વાતચીત કરવાનો ટોન લોકો જાણે છે મારે તેમાં કોઈ વધારે કહેવુ નથી તેમ રીવાબા જાડેજાએ જણાવ્યુ હતું. પાર્ટી આવી બાબતોમાં ઠપકો ન આપે પરંતુ શહીદોને ચપ્પલ કાઢીને વંદન કરીએ એટલે શાબાશી આપે તેમ રીવાબાએ જણાવ્યુ હતું.