Gujarat
આપણા દેશની એ તમામ સરકારો અને વડાપ્રધાનોની દૂરંદેશી હતી કે આઝાદી પછી તુર્તજ અવકાશ વિજ્ઞાન માટે ઈસરોની સ્થાપના જે તે વખતની સરકારે કરી હતી, તેના મીઠા ફળ આજે મળ્યા છે : શક્તિસિંહ ગોહિલ
કુવાડીયા
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભાના સભ્ય શ્રી શક્તિસિંહ ગોહિલે ચંદ્રયાન-૩ના સફળ લેન્ડિંગ માટે તમામને અભિનંદન પાઠવ્યા હતા. સાથોસાથ દેશ વાસીઓને ગૌરવ અપાવનાર તમામ વિજ્ઞાનિકોને વિશેષ અભિનંદન આપતા કહ્યું કે, આપણા દેશની એ તમામ સરકારો અને વડાપ્રધાનોની દૂરંદેશી હતી કે આઝાદી પછી તુર્તજ અવકાશ વિજ્ઞાન માટે કામ શરુ કર્યું . ૧૯૬૨ માં ઈસરો, ઓરીજનલી ઇનકોસ્પાર (INCOSPAR)ની સ્થાપના જે તે વખતની સરકારે કરી હતી. તેના મીઠા ફળ આજે મળ્યા તેનો આનંદ છે.