Junagadh
મેંદરડામાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાની ઉપસ્થિતિમાં ભાજપ પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ
કુવાડિયા
ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલએ ખુલ્લો મૂકયો
જુનાગઢ જિલ્લાના માલણકા ગામ ખાતે આજે પ્રદેશ ભાજપના પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રભારી શ્રી રત્નાકરજી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા નું કાર્યકર્તાઓએ સ્વાગત કર્યું હતું. સંગઠન અગ્રણી શ્રી ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે પ્રશિક્ષણ વર્ગમાં મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રજા સેવાના કાર્યો નો ઉલ્લેખ કરી વિકસિત ગુજરાત થી વિકસિત ભારત ની નેમ વ્યક્ત કરી કાર્યકર્તાઓને જન સેવાનું અભ્યાસુ માર્ગદર્શન આપ્યું હતું.
પ્રાયોરિટી પોલીસી અને પર્ફોમન્સ ના પાયા પર જનસેવાઓ નો વિસ્તાર વધારવામાં આવી રહ્યો છે તેમ જણાવીને શ્રી ધનસુખભાઈએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી એ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું કે ગુજરાતનું બજેટ મુખ્ય પાંચ સ્તંભ પર છે તેમાં ખેતી, ગ્રીન એનર્જી અને સામાજિક સેવાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી ના નેતૃત્વમાં-મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં અને તેમના દિશા દર્શનમાં સૌ કાર્યકર્તાઓ જન સેવામાં સમર્પિત થઈ રહ્યા છે તેવી નેમ સાથે ત્રણ દિવસીય વર્ગમાં જનસેવા અને વંચિતોના વિકાસ માટે કામ કરવા અંગે ફળદાયી ચર્ચા કરવામાં આવશે. કાર્યક્રમના પ્રારંભે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખશ્રી પુનિતભાઈ શર્મા તેમજ મહિલા અગ્રણીઓ કોર્પોરેટર શ્રીઓ ઉપરાંત સંગઠનના પદાધિકારીઓ એ મહાનુભાવશ્રીઑને આવકાર્યા હતા.