Connect with us

Umrala

ઉમરાળા તાલુકા ભાજપમાં કડાકા – ભડાકાના એંધાણ : આત્મારામ પરમારને ટિકિટ આપો

Published

on

in-umrala-taluka-bjp-give-ticket-to-atmaram-parmar

નિલેશ આહીર

  • પૂર્વ ધારાસભ્ય આત્મારામ પરમારને ટિકિટ નહી અપાતા સમર્થકોમાં નારાજગી, ભાજપે મહંત શંભુનાથજી ટુંડિયાને મેદાનમાં ઉતાર્યા છે જેને લઈ કાર્યકરોમાં ભારે નારાજગી ઉભી થઇ

ઉમરાળા ભાજપમાં કડાકા ભડાકા થવાના એંધાણ દેખાઈ રહ્યા છે વિધાનસભાની ચૂંટણી પૂર્વે ઉમેદવારો ની પસંદગી માટે ભાજપ તરફથી સેન્સ પ્રક્રિયા પછી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ઉમેદવારોની આખરી યાદી જાહેર થતા કહી ખુશી કહી ગમના માહોલ જોવા મળી રહ્યો છે.ગઢડા-ઉમરાળા અનામત જાહેર ૧૦૬ વિધાનસભા બેઠક માટે ૧૯૯૫થી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવતા આત્મારામભાઈ પરમારના સ્થાને રાજ્યસભાના પૂર્વ સાંસદ અને ઝાંઝરકા જગ્યાના મહંત શંભુનાથજી ટુંટીયાને મેદાનમાં ઉતાર્યા છે. ગઢડા ઉમરાળા બેઠક માટે કલ્પના બહારના નામની જાહેરાત કરવામાં આવતા કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો. ૧૯૯૫થી ગઢડા બેઠક ઉપર ચૂંટાઈ આવેલા ધારાસભ્ય આત્મારામભાઈ પરમાર ૫ હજાર થી ૨૩ હજાર મતોની સરસાઇથી જીત પ્રાપ્ત કરતા આવ્યા છે. આ બેઠક ઉપર વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૭માં કોંગ્રેસ ના ઉમેદવાર પ્રવિણભાઇ મારૃએ બે વાર જીત હાંસલ કરવામાં સફળતા મેળવી હતી.

in-umrala-taluka-bjp-give-ticket-to-atmaram-parmar

ગત વર્ષ ૨૦૧૭ માં કોંગ્રેસ ના પ્રવિણભાઇ મારૃએ નવ હજાર જેટલા મતોથી આત્મારામભાઈ પરમાર સામે જીત મેળવ્યા બાદ ચાલુ ટર્મ દરમિયાન ધારાસભ્ય પદેથી રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાણ કર્યું હતું. આ રાજીનામાના કારણે વર્ષ ૨૦૨૦માં આવેલી ચૂંટણીમાં પુનઃ આત્મારામભાઈ પરમારે કોંગ્રેસના ઉમેદવાર મોહનભાઈ સોલંકી સામે ત્રેવીસ હજાર જેટલા મતોથી વિજય મેળવી પોતાનું સ્થાન અકબંધ જાળવી લીધુ હતુ. ગઢડા અનામત બેઠક ઉપર આત્મારામભાઈ પરમારના ઓછા લોકસંપર્ક અને મોટાભાગના કાર્યકરોથી અલિપ્ત રહેતા હોવાની અને વિસ્તારના પ્રાથમિક વિકાસના કામો માટે ઉદાસીન વલણ હોવાની અને સુરત રહેતા હોય સ્થાનિક કક્ષાએ હાજરી નહી રહેતી હોવાની વિગેરે મુદ્દે અસંતોષ નારાજગીની ફરીયાદો ઉપરના લેવલ સુધી પહોંચી હતી. ત્યારે કાયમ માટે રાજ્કીય પંડીતો માટે અકળ રહેલી ગઢડા બેઠક ઉપર કોઈ જોખમ નહી ખેડતા નવા ચહેરાની પસંદગી કરી ભાજપે અસંતોષ ખાળી અને ભાજપના મતો યથાવત જળવાઈ રહે તે માટે માસ્ટર સ્ટ્રોક મારી ફાઈનલ ઉમેદવાર તરીકે શંભુપ્રસાદ ટુંડીયાને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયથી આત્મારામ પરમાર ગૃપમાં નારાજગી જોવા મળી હતી.

Continue Reading
Advertisement
error: Content is protected !!