Sihor
જો સારા માણસોની કદર થાય તો તેમની સંખ્યામાં વધારો થઈ શકે છે, 2001 પછી રાજ્યની આફતોમાં કામ કરનાર ભરત ગઢવીને સન્માનિત કરાયા

બરફવાળા
સિહોર નગરપાલિકાના જિલ્લા ઇન્સ્પેક્ટર ભરતભાઇ ગઢવી નું સ્વતંત્રતા પર્વે કરાયુ વિશેષ સન્માન, ભરત ગઢવીએ 2001 આવેલ ભૂકંપમાં કચ્છમાં કાબીલતારીફ કામગીરી કરી હતી, એકમાસ પૂર્વે જૂનાગઢમાં આવેલ પાણીના પુર અતિવૃષ્ટિ દરમિયાન કર્મચારી અને સ્ટાફ સાથે સફાઈમાં જોડાયા હતા
આપણે ત્યાં કોઈ માણસ ખરાબ કરે તો તેની તરત નોંધ લેવાય છે. પણ સારું કરે તો આપણે ભાગ્યેજ તેની નોંધ લઈએ છે. સિહોર નગરપાલિકામાં ફરજ બજાવતા ભરત ગઢવીએ પોતાની ફરજ દરમિયાન અધિકારી તરીકે નહિ એક માણસ તરીકે પણ ઉત્તમ કામગીરી કરી છે નગર પાલિકાના જિલ્લા ઇન્સ્પેકટર તરીકે ફરજ નિભાવતા ભરતભાઇ એમ.ગઢવી ને આજે ૭૭માં સ્વતંત્રતા પર્વે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
ભરતભાઇ તેમની કારકિર્દી દરમિયાન અનેક નોંધ લેવા જેવી કામગીરી કરી છે. 26 જાન્યુઆરી 2001 કચ્છમા ભુકંપ થતા તે સમય ના વહીવટ દાર આચાર્ય દ્વારા ભરતભાઈ ગઢવી ની પસંદગી કરી 30 માણસો ની સફાઈ કામદાર ની ટીમ બનાવી રાપર તથા ભચાઊ મા આશરે 6 માસ ત્યા રહી મલબા ઉપાડવાની કામગીરી કરેલ, 2005 માં – ચિફ ઓફિસર પી.જી.ગૌસ્વામી ની રાહબરી નીચે સુરત હોનારત મા સફાઈ કામગીરી કરાવેલ.
22/07/2023 ચિફ ઓફિસર બી.એચ.મારકણની રાહબરી નીચે જુનાગઢ અતિવૃષ્ટી,ભારે વરસાદ ને કારણે રોડ,રસ્તા તથા સફાઈ કામગીરી કરાવેલ તે કામગીરી ને ધ્યાને રાખી 15મી ઓગષ્ટ ના સ્વતંત્રતા પર્વે ઘાંઘળી સિહોર તાલુકા ક્ક્ષા ની ઉજવણી નિમિતે તાલુકા વહિવટી તંત્ર દ્વારા તેમનુ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આપણે ત્યાં સારૂ કરનારના સન્માનમાં આવો જ ઉત્સાહ રાખીશું તો સારા માણસોની આ પૃથ્વી પર કોઈ કમી સર્જાશે નહિ