Sihor
સિહોર નગરપાલિકા ના સેનેટરી વિભાગના જયકુમાર મકવાણાનું સન્માન – સ્વતંત્રતા દિવસે કરાયું સન્માન

પવાર
સિહોર નગરપાલિકા ના સેનેટરી વિભાગ જે સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન ની તમામ કામગીરી અંતર્ગત ની ઓનલાઇન ની મહત્વની કામગીરી જે આઈ.ટી એકસપર્ટ તરીકે ગત વર્ષે સ્વચ્છતા રેન્ક 74 મો હાસલ કરેલ. શહેર ને સ્વચ્છ રાખવા ODF પાસ કરાવી સરકારમાંથી ગ્રાન્ટ મળે તેની કામગીરી જે સિહોર નગરપાલિકા ના સેનેટરી વિભાગ માં મહત્વ નો વિભાગ ધરાવતા જયકુમાર મકવાણા ની શ્રેષ્ઠ કામગીરી ને લઈ ખાસ 15ઓગષ્ટ ના 2023 77માં સ્વાતંત્ર્ય પર્વના રોજ સિહોર તાલુકાના ઘાંઘળી ગામ ખાતે પ્રાંત અધિકારી દિલીપસિંહ વાળા મામલતદાર દરબાર સહિત ઉચ્ચ અધિકારીઓ પદાધિકારીઓ ની ઉપસ્થિતિ માં જયકુમાર મકવાણા નું સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ જે અંગે સિહોર નગરપાલિકા ગર્વ અનુભવે છે.