Connect with us

Sihor

હોળી ટાણે હૈયાહોળી : સિહોરમાં કડાકા ભડાકા સાથે ભરઉનાળે તોફાની માવઠાથી લોકો ધ્રુજી ગયા પાકને નુકસાન

Published

on

Holi Tane Haiyaholi: Stormy weather in Sihore with thunder and lightning, people shook, crops damaged

પવાર ; દેવરાજ

એકધારા ગાજવીજ અને પવનથી વાહનો થંભી ગયા : પાકને નુકશાન થવાની ભીતિ, માવઠાની મુસીબતે ખેડૂતો પરેશાન કરી દીધા

હોલિકાદહન માટે સિહોરમાં ખૂબ ધામધૂમથી તૈયારીઓ થઈ રહી છે અને માર્કેટ યાર્ડો હાલ રવિસીઝનના કૃષિ પાકથી છલકાઈ રહ્યા છે તે ટાણે માવઠાંની મુસીબતે હૈયાહોળી સર્જી છે. પંથકમાં કસમયનું ચોમાસુ હવામાન સર્જાયું હતું અને ગાજવીજ સાથે હળવાથી ભારે ઝાપટાં વરસ્યા છે. સિહોર સહિત પંથકના કેટલાક ભાગોમાં ગઇકાલે ભર ઉનાળે માવઠુ વરસતા અનેક પાકને નુકસાન થયું છે. એકધારા ગાજવીજ અને પવનથી લોકોમાં ભય ફેલાઇ ગયો હતો અને વાહનો થંભી ગયા હતા અને લોકો સલામત સ્‍થળે પહોંચી ગયા હતા.

Holi Tane Haiyaholi: Stormy weather in Sihore with thunder and lightning, people shook, crops damaged

ઘઉં તથા જીરૂ, ધાણા સહિતના પાકોને નુકસાન થયું હતું. ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો હતો. સિહોર પંથકના ગઈ સાંજે વાતાવરણમાં પલટો આવતા મીની વાવાઝોડા જેવી પરિસ્‍થિતિ સર્જાઈ હતી રાત્રે વિજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદનું ઝાપટું વરસી ગયું હતું ભારે પવન સાથે વરસાદ પડ્‍યો હતો. વાતાવરણ રાત્રે પલટો આવ્‍યો હતો રાત્રે ૧૦ વાગ્‍યે ચોમાસું જેવો માહોલ જોવા મળ્‍યો હતો. ધુળ ડમરીઓ ઉડી સાથે વરસાદ ખાબક્‍યો હતો રસ્‍તા પર પાણી વહી ગયા હતાં ખેડુતો મોઢે આવેલો કોળીયો છીનવાઈ ગયો ખેતરમાં તૈયાર પાક ઢળી ગયો હતો.

Holi Tane Haiyaholi: Stormy weather in Sihore with thunder and lightning, people shook, crops damaged

વાહન ચાલકો પરેશાન થયા હતા ભારે પવન કારણે વિજ પુરવઠો ખોરવાયો હતો. થોડી મિનિટો માટે કુદરતી તાંડવથી લોકોનાં જીવ તાળવે ચોંટી ગયા હતા. માવઠાને લીધે ઘઉં, જીરૂ ચણા જેવા વિવિધ પાકોમાં નુકશાનીની અસર જોવા મળે છે ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા છે આ ઉપરાંત પશુઓ માટેનો ચારો જુવારની કડબ ઘઉનુ કુવળ ચણાનુ ખારીયું મગફળીનો પાલો જેવા સુકા ઘાસચારાઓ પલળી ગયા હતા તે સડી જવાના ભયથી પશુપાલકો પણ મૂંઝવણમાં મુકાયા છે. ફાગણ મહિનામાં માવઠું થતા ખેડૂતો તથા પશુપાલકો ભારે મૂંઝવણ જેવી સ્‍થિતિમાં મુકાયા છે.

Advertisement
error: Content is protected !!