Sihor
સત્ય મેવ જયતે – શંખનાદ સંચાલક અને લોકનેતા મિલન કુવાડિયા સામે પોલીસ ફરિયાદ રદ કરતી હાઇકોર્ટ

સલીમ બરફવાળા
લોકડાઉન સમયે મિલન કુવાડિયા સામે પરપ્રાંતિય લોકોને વતન મોકલવા મામલે નોંધાઇ હતી સિહોર પોલીસમાં ફરિયાદ, ફરિયાદ રદ કરવા કુવાડિયાએ હાઇકોર્ટ પિટિશન કરી હતી, હાઇકોર્ટે નોંધ્યું કે કુવાડિયા સામે થયેલી ફરિયાદ ખોટી છે
જેતે સમયે કુવાડિયાના સમર્થનમાં 49 થી વધુ રજુઆતો થઈ હતી, હજારો લોકોએ કહ્યું હતું કે કુવાડિયા સામે થયેલી ફરિયાદ ખોટી છે, સમગ્ર મામલે કુવાડિયાએ કહ્યું કે સત્યની જીત થઈ છે, સૌનો આભાર અને ઋણી છું કુવાડિયા તરફથી વકીલ તરીકે બાબુભાઈ માંગુકિયા અને બેલાબેન પ્રજાપતિ રોકાયા હતા
સિહોરના લોકનેતા અને શંખનાદ સંચાલક મિલન કુવાડિયા સામે લોકડાઉન સમયે ફરિયાદ નોંધવામાં આવી હતી. વોટ્સએપમાં એક મેસેજના કારણે સિહોર પોલીસમાં તેની સામે ગુન્હો નોંધાયો હતો, આ મામલે મિલન કુવાડિયાએ હાઇકોર્ટમાં ફરિયાદ રદ કરવાની માંગ કરી હતી. આ મામલે હાઇકોર્ટે કુવાડિયા સામે થયેલી ફરિયાદ ખોટી છે, અદાલતે તેઓની વિરુદ્ધની ફરિયાદ રદ કરવાનો આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે મિલન કુવાડિયા સામે નોંધાયેલી પોલીસ ફરિયાદ મામલે હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કુવાડિયા સામે થયેલી પોલીસ ફરિયાદ કોર્ટે રદ કરી દીધી છે.
લોકડાઉન અને કોરોનાના કપરા કાળમાં રાત દિવસ લોકોની સેવા અને મદદ કરનાર મિલન કુવાડિયા સામે તા ૧૬/૪/૨૦૨૦ના રોજ સોશ્યલ મીડિયાના એક મેસેજના કારણે પોલીસ તંત્રએ કુવાડિયા સામે ફરિયાદ નોંધી હતી અને સિહોર પોલીસમાં તેની સામે ગુન્હો નોંધાયો હતો, ત્યાર બાદ મિલન કુવાડિયાએ હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરવાની એક પિટિશન દાખલ કરી હતી ત્યારે આજે હાઈકોર્ટ કુવાડિયા સામે થયેલી પોલીસ ફરિયાદ રદ કરી દીધી છે. કુવાડિયા તરફથી વકીલ બાબુભાઈ માંગુકિયા અને બેલાબેન પ્રજાપતિ રોકાયા હતા. ઉલ્લેખનીય છે
કે લોકડાઉન સમયે મિલન કુવાડિયા સામે થયેલી પોલીસ ફરિયાદ બાદ સામાજિક સંસ્થાઓ, અગ્રણીઓ, આગેવાનો, સમર્થકો આગળ આવ્યા હતા કુવાડિયાના સમર્થનમાં ૪૯ જેટલા આવેદનપત્ર પણ અપાયા હતા. લોકોએ એક સુરમાં કહ્યું હતું કે કુવાડિયા સામે જે પોલીસ ફરિયાદ થઈ છે તે ખોટી છે, હાઇકોર્ટ દ્વારા ફરિયાદ રદ કરી દીધા બાદ કુવાડિયાએ જણાવ્યું હતું કે આખરે સત્યનો વિજય થયો છે. લોકોની સેવા અને મદદ કરતા આવ્યા છીએ અને જીવનના છેલ્લા શ્વાસ સુધી લોકોની સેવા અને મદદ કરતા રહીશું, કુવાડિયાએ સામાજિક સંસ્થા સમર્થકો સ્થાનિક પ્રશાસન માટે હર્ષ સાથે આભારની લાગણી વ્યક્ત કરી ઋણ સ્વીકાર કર્યો હતો