Astrology
હર હર મહાદેવ : પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ : શિવ આરાધનાનો શ્રેષ્ઠ અવસર

પવાર
સુશોભન-રોશનીના શણગારથી શિવાલયો સુશોભિત : જીવને શિવમાં પરોવવાનો પુરૂષાર્થ કરશે શિવભકતો : સદ્ગુરૂ આશ્રમમાં શ્રાવણ માસમાં દ્વાદશ જયોતિર્લિંગ તથા ગંગા મૈયાના દિવ્ય દર્શન : સુંદરકાંડના સમુહ પાઠનું આયોજન: મંદિરોમાં દર સોમવારે શ્રૃંગાર દર્શન
પવિત્ર શ્રાવણ (બીજો) માસનો પ્રારંભ થઇ રહ્યો છે. ભગવાન શિવજીનો પ્રિય માસ છે.
શિવાલયોમાં ભકતોની ભારે ભીડ જોવા મળશે. શિવ મંદિરોમાં હર હર મહાદેવના નાદ ગુંજશે. પવિત્ર શ્રાવણ માસમાં ભાવિકો ભગવાન શિવની ભકિત કરીને જીવને શિવમાં પરોવવાનો પ્રયાસ કરશે. શ્રાવણ માસમાં શિવભકતો ઉપવાસ એકટાણા કરીને શિવ આરાધનામાં લીન થશે. શિવાલયોમાં સત્સંગ, શિવકથા સહિતના આયોજનો થયા છે. શિવાલયોને સુશોભન અને રોશનીના શણગાર કરાયા છે. શ્રાવણ માસમાં ભાવિકો વહેલા સવારે શિવમંદિરોમાં જઇને શિવલિંગ પર અભિષેક તથા પૂજન-અર્ચન કરશે. આગામી તા. 15મી સપ્ટેમ્બરના શ્રાવણ માસની પુર્ણાહુતિ થશે. સિહોરમાં ગૌતમેંશ્વર મહાદેવ, સહિતના જાણીતા શિવ મંદિરોમાં ભકતોની ભારે ભીડ જોવા મળશે.