Sihor
આંબલા સમાજ ધર્મ સેવા સમિતી દ્વારા સમૂહ લગ્નોત્સવ યોજાયા
પવાર
- ૧૬ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા…નવા જીવનનો આરંભ આંબલા ના આંગણે
સમાજ ધર્મ સેવા સમિતિ દ્વારા આયોજિત સર્વજ્ઞાતિ સાતમો લગ્નોત્સવ માનગરબાપુની જગ્યામાં સિહોરના આંબલા ખાતે યોજાયા હતા. સર્વજ્ઞાતિ ની દિકરીઓના લગ્ન માટે સત્તત સાત વર્ષથી સમાજ ધર્મ સેવા સમિતિ ના મુકેશભાઈ અને તેમની ટિમ મહેનત કરી રહી છે.
ત્યારે આજે આંબલા ખાતે ૧૬ સર્વજ્ઞાતિ ના નવદંપતીઓ એ પ્રભુતામાં પગલાં પાડી પોતાના નવ જીવનની શરૂઆત કરી હતી. આ સમૂહ લગ્નોત્સવ માં સર્વ સમાજ અને જ્ઞાતિના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતી ઓ ને આશીર્વાદ પાઠવ્યા હતા. મુકેશભાઇ ઠાકોર અને તેમની ટિમ દ્વારા ભારે જહેમત ઊઠાવામાં આવી હતી.