Bhavnagar
તંત્ર સજ્જ: કોરોનાની સંભવીત લહેરની તૈયારીના ભાગરૂપે ભાવનગર જિલ્લામાં મોકડ્રિલ યોજાઈ
દેવરાજ
- કોરોના સામે ગભરાવાની જરૂર નથી સાવચેતી મહત્વની છે – કલેકટર
કોવિડ -19 તૈયારીના ભાગરૂપે આરોગ્ય-વિભાગ મહાનગરપાલિકા ભાવનગર દ્વારા આજરોજ શહેરના સર ટી હોસ્પિટલ ખાતે ભાવનગર મહાનગરપાલિકાના મેયર, કલેકટર તથા કમિશનર ઓક્સિજન કોન્સન્ટ્રેટર, દવાઓ તેમજ જરૂરી વસ્તુઓ માટે મોક-ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વમાં કોરોનાના વધતા જોખમને લઈ સમગ્ર દેશમાં આજે હોસ્પિટલમાં આરોગ્ય વિભાગ દ્રારા મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે, આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્રારા હોસ્પિટલની મુલાકાત લઈને મોકડ્રિલની સમીક્ષા કરી હતી. તેમણે હોસ્પિટલના અધિકારીઓ સાથે વાત કરી છે. ઓક્સિજન સપ્લાય અને વેન્ટિલેટર માટે કરવામાં આવેલી તૈયારીઓ વિશે માહિતી મેળવી હતી.
કોરોના માટે હોસ્પિટલોમાં કરવામાં આવેલી તૈયારીઓની તપાસ ભાવનગર મહાનગરપાલિકાના મેયર કીર્તિબેન દાણીધારીયા, કલેકટર, કમિશનર તથા સર ટી હોસ્પિટલના ટીન તથા ભાવનગર જિલ્લાના આરોગ્ય અધિકારીઓ દ્રારા કોરોના નું આગોતરું આયોજન સંદર્ભે સમીક્ષા કરી શહેરના તમામ આરોગ્ય-કેન્દ્ર ખાતે ઓક્સિજન કોન્સન્ટ્રેટર, દવાઓનો જથ્થો સહિત જરૂરી વસ્તુઓની માહિતી મેળવી સમીક્ષા કરી હતી. આ અંગે ભાવનગર કલેકટરે એ જણાવ્યું હતું કે આપણે કોરોનાની બે લેહરમાં ખુબજ સારું કાર્ય કર્યું છે અને આપણે મોટા પ્રમાણમાં રસીકરણ થયું છે, આથી ગભરાવાની જરૂર નથી પણ આપણે સાવચેતીના ભાગરૂપે સમગ્ર ભારતમાં કોરોના માટે ઓક્સિજનની ખાસ જરૂરી છે જેના માટે ઓક્સિજનના પ્લાન્ટ, સિલિન્ડર, ટેન્ક, ઓક્સિજન કોન્સન્ટેન્ટર, બેડસ સહિતની બધી વસ્તુઓની ખાત્રી કરી આપણે આજે મોકડ્રિલ યોજી હતી.