Connect with us

Food

યુપીની આ જેલના ફૂડને FSSAI આપ્યા 5 સ્ટાર! અહી છે બેસ્ટ ફૂડ

Published

on

FSSAI gave 5 stars to this jail food of UP! Here is the best food

સામાન્ય રીતે જેલના ભોજનને બહું જ ખરાબ માનવામાં આવે છે. જ્યારે ઘરમાં ખાવાનું સારુ ન બને ત્યારે લોકો કહે છે કે આનાથી તો સારુ ખાવાનું જેલમાં મળતું હશે. જોકે, આ વાતને ઉત્તરપ્રદેશના ફરુખાબાદ જેલએ સાચી સાબિત કરીને બતાવી છે. કેમ કે જિલ્લાની જેલના ભોજનને 5 સ્ટાર રેટિંગ મળ્યુ છે. આમ, ફરુખાબાદની ફતેહગઢ જેલ આ ઉપલબ્ધી પ્રાપ્ત કરનાર યૂપીની પ્રથમ જેલ બની છે. હકીકતમાં, ફરુખાબાદ જિલ્લાની જેલના રસોડાને આધુનિક બનાવી દેવામાં આવ્યુ છે. જેલની અંદર નવી ભોજનશાળામાં ખાવાનું બનાવવા માટે આધુનિક મશીનો લગાવવામાં આવ્યા છે. જેમાં હાથની જગ્યાએ હવે મશીનોથી ભોજન તૈયાર થાય છે. આ જ કારણ છે કે કેદીઓને ગુણવત્તાપૂર્ણ ભોજન આપવા અને ખાદ્ય ચીજવસ્તુઓના વધુ સારી રીતે સંચાલન માટે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ પ્રમાણપત્ર પ્રદાન કર્યુ છે, જેમાં જેલના રસોડાને ફાઈવ સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું છે.

ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ફતેહગઢ જેલને કેદીઓને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા માટે ફાઈવ સ્ટાર રેટિંગ ફાળવી છે. હકીકતમાં પાછલા બે વર્ષની કોરોના મહામારીને ધ્યાને રાખીને ફતેહગઢ જિલ્લાની જેલમાં નવી ભોજનશાળાનું નિર્માણ કરારવામાં આવ્યુ હતું. જિલ્લાની જેલમાં દરરોજ લગભગ 1100 લોકો માટે બંને શિફ્ટનું ભોજન તૈયાર કરવામાં આવે છે. અત્યાર સુધી રોટલી, શાક, દાળ વગેરે બનાવવામાં કેદીઓની મદદ લેવામાં આવતી હતી અને મેન્યુઅલી હોવાના કારણે તેમાં ઘણો જ સમય લાગતો હતો. દરેક પાળીનું ભોજન તૈયાર કરવામાં લગભગ 50 કેદીઓએ કામે લાગવુ પડતુ હતું.

પરંતુ હવે જેલ પ્રશાસને વ્યવસ્થામાં સુધારો કરીને તેને આધુનિક કરી દીધું છે. અહીં રોટલી બનાવવા માટે બે મોટા રોટી મેકર મશીનો લાગેલા છે. લોટ બાંધવા માટે અલગ મશીન લગાવવામાં આવ્યા છે. શાકભાજી કટર વડે કાપવામાં આવે છે. જેલ ઓફિસરોનું કહેવું છે કે આટલા લોકોની રસોઈ તૈયાર કરવામાં છ કલાકનો સમય લાગતો હતો. સમય પર ભોજન તૈયાર કરવા માટે સવારે ચાર વાગ્યાથી કામગીરી શરૂ કરી દેવામાં આવતી હતી. 11 વાગ્યા સુધી ભોજન બનતુ હતું. સાંજની પાળીનું ભોજન બનાવવાની કામગીરી બપોરે 3 વાગ્યાથી શરૂ કરી દેવામાં આવે છે. મશીનોના ઉપયોગથી લગભગ 50 ટકા જેટલો સમય આછો થઈ ગયો છે. મશીનોના ઉપયોગથી સ્વચ્છ-વ્યવસ્થિત ભોજન કેદીઓને આપવામા આવે છે. પહેલા જેલમાં રોટલી બનાવવા માટે નારિયલની ઝાડીનો ઉપયોગ કરવામાં આવતો હતો. હવે રોટલીઓ માત્ર મશીનોથી જ બનાવવામાં આવે છે.

જિલ્લા જેલ અધિક્ષક ભીમ સેન મુકુંદએ જણાવ્યુ કે, કેદીઓને સવારનો નાસ્તો 9 વાગ્યા સુધી, બપોરનું ભોજન 12 વાગ્યા સુધી આપવામાં આવે છે. પછી સાંજનું ભોજન 6 વાગ્યા સુધી આપવામાં આવે છે. ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા ચલાવવામાં આવતી આ ભોજનશાળામાં કેદીઓને આપવામાં આવતુ ભોજન, જાળવણી, ખોરાક સંગ્રહ, પીવાના પાણીના સ્ત્રોતની તપાસ કરવામાં આવે છે. આ જેલ ઉત્તરપ્રદેશની પહેલી ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા પ્રમાણિત જેલ છે.

error: Content is protected !!