Connect with us

Jamnagar

સેવા સાથે મેવા : વાવાઝોડા અસરગ્રસ્તો માટે ફૂડ પેકેટ પર પોતાનો ફોટો મૂકતા સોશ્યલ મીડિયા પર ટ્રોલ થયા રિવાબા

Published

on

fruit-with-service-rivaba-gets-trolled-on-social-media-for-posting-his-photo-on-food-packets-for-cyclone-victims

દેવરાજ

  • ધારાસભ્યના સમર્થકોએ લખ્યું કે સેવા કરવા વાળાને હક છે, આજના સમયમાં મદદ કોણ કરે છે તે ખબર પડવી જોઈએ..

ગત ગુરુવારે મધ્ય રાત્રે કચ્છના દરિયાકાંઠે વાવાઝોડુ બિપરજોય ટકરાયું હતું. વાવાઝોડાની અસર કચ્છ ઉપરાંત દ્વારકા, પોરબંદર, જામનગર સહિતના જિલ્લાઓમાં થઈ હતી જ્યાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વાવાઝોડા વિશે હવામાન વિભાગ દ્વારા છેલ્લા એક અઠવાડિયા ગંભીર ચેતવણી દેવામાં આવતી હતી. આ સંદર્ભે તંત્ર સરકાર દ્વારા આગોતરા આયોજન કરવામાં આવ્યું હતું અને 1 લાખ જેટલા લોકોને સલામત સ્થળ પર ખસેડવામાં આવ્યા હતા. તે લોકો માટે અને અસરગ્રસ્ત વિસ્તારના લોકો માટે રાજકીય આગેવાનો, સામાજિક સંસ્થાઓ દ્વારા ફૂડ પેકેટ – રાહત સહાય પેકેટ તૈયાર કરવામાં આવ્યા હતા. ત્યારે જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા દ્વારા ગાંઠીયા સહિત ખાદ્યચીજો વાળા ફૂડ પેકેટ રેડી કરાયા હતા. આ પેકેટ પર તેમના નામ અને ફોટો મૂક્યા હતા, જે સોશ્યલ મીડિયા પર ભારે વાયરલ થયા છે.

fruit-with-service-rivaba-gets-trolled-on-social-media-for-posting-his-photo-on-food-packets-for-cyclone-victims

આ સાથે ફૂડ પેકેટ અંગે તેઓ ટ્રોલ પણ થયા છે અને અનેક લોકોએ આ બાબતે તેમની ટીકા કરી છે. તો સામે અમુક લોકો તેમના સમર્થનમાં ઉતર્યા છે. ટીવી પત્રકાર ધ્વનિ રોહિણીએ ટ્વિટ કર્યું છે કે, મદદ કરવી સરાહનીય છે, સેવાની ભાવના યોગ્ય કેહવાય, આશય તમારો સેવાનો કરવાનો છે તો પછી આ રીતે ફૂડ પેકેટ પર ફોટો છાપીને બ્રાન્ડીંગ કરવાનું યોગ્ય ન કહેવાય ને. તેઓએ લખ્યું છે કે, સેવાને સલામ, પણ તસવીરને નહિ. આ ઉપરાંત એક વ્યક્તિએ લખ્યું છે કે રિવાબા 2024 ની તૈયારી કરે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે તેઓ લોકસભા સાંસદ ની ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે. કોઈ યુઝરે આ ફોટો ટ્વિટ કરી લખ્યું કે આફતમાં પણ પબલીસિટીનો અવસર ? તો સામે અનેક લોકો હતા જેઓ ધારાસભ્ય રિવાબાના સમર્થનમાં ઉતર્યા અને લખ્યું સેવા કરવા વાળાને હક છે. આજના સમયમાં ખબર પડવી જોઈએ કે આ મદદ કોણ કરે છે ક્યાંથી આવેલ છે.. અનેક લોકોએ તેમની કામગીરી બિરદાવી પણ હતી. આ રીતે જામનગર ધારાસભ્ય રિવાબા ફરી એક વખત ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા.

error: Content is protected !!