Sihor
સિહોરના રામનગર વિસ્તારમાં ચાર શખ્સોને જુગાર રમતા ઝડપાયા, એક ફરાર
પવાર
રામનગર જાળીયા વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં જુગારની બાજી મંડાઈ હતી ; સિહોર પોલીસના પીઆઇ ભરવાડ અને સ્ટાફને બાતમી મળી અને કાફલો ત્રાડકયો ; 4ને દબોચી લીધા ; 85100નો મુદ્દામાલ મળી આવ્યો..
સિહોર શહેરમાં આવેલ રામનગર જાળીયા વિસ્તાર ખુલ્લી જગ્યામાં પાંચ શખ્સો જુગાર રમવા ગયા અને પોલીસના હાથે ઝડપાઇ ગયા છે. રામનગર જાળિયા વિસ્તારમાં આવેલ ડુંગરની પાછળ ખુલ્લી જગ્યામાં હારજીતના જુગારની બાજી માંડી બેઠેલા પાંચ શખ્સોને સિહોર પોલીસે રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી લોકઅપ હવાલે કરી દીધા છે બનાવની જાણવા મળતી વિગતો અનુસાર સિહોર પોલીસના પીઆઇ ભરવાડ અને સ્ટાફને ખાનગી રાહે બાતમી હકિકત મળી હતી કે સિહોરના રામનગર જાળીયા વિસ્તારની ખુલ્લી જગ્યામાં અમુક શખસો જુગારની બાજી માંડી બેઠા છે.
જે હકિકત આધારે રેડ કરી તપાસ હાથ ધરતા ખુલ્લી જગ્યામાં ગોળ કુંડાળુ વળી જુગાર રમતા (૧) હરેશ સોલંકી, (૨) યોગેશ મેર, (૩) પ્રવીણ ચુડાસમા (૪) વિજય ખોખર સહિતના મળી આવતા પોલીસે ચારેય શખ્સોને રંગે હાથ ઝડપી પાડી શખસોના કબજામાંથી રોકડ તેમજ જુગારનું સાહિત્ય, મોબાઈલ, બાઇક મળી કુલ 85100 નો મુદ્દામાલ કબજે લઇ પોલીસે તમામ વિરોધ જુગારધારા તળે ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી. બનાવમાં રામનગરનો શૈલેષ વેગડ નામનો શખ્સ ફરાર છે જેને ઝડપી પાડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.