Sihor
સિહોરના લીલાપીર વિસ્તારમાંથી પિન્ટુ ટાંકના કબ્જામાંથી વિદેશી દારૂ ઝડપાયો, નવ બોટલ મળી
દેવરાજ
- પોલીસે લીલાપીર વિસ્તારમાં પિન્ટુ ટાંકના ઘરમાં છાપો માર્યો, નવ બોટલ મળી, પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી
જેમ જેમ સમાજ વિકાસ કરી રહ્યો છે તેમ તેમ નવા દુષણો પણ સમાજમાં મોટા પ્રમાણમાં ભળી રહ્યા છે, ગુજરાતના દરેક વિસ્તારોમાં દારૂના દુષણે માઝા મૂકી છે, અવારનવાર દારૂના જથ્થા સાથે બુટલેગરો અને દારૂડિયાઓ પોલીસના જાપ્તામાં આવતા હોય છે, ત્યારે આજે ફરી એક વખત સિહોરના લીલાપીર વિસ્તારના પિન્ટુ ટાંકના રહેણાકી મકાનમાંથી ઇંગ્લિશ દારૂ ઝડપાયો છે, સિહોર પોલીસ સ્ટેશનના કર્મચારીઓની બાતમીના આધારે લીલાપીર વિસ્તારમાં રેડ કરતા પિન્ટુ ટાંકના રહેણાકી મકાનમાંથી વિદેશી દારૂની નવ નંગ બોટલો મળી આવી હતી.
ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ નરી સત્યતા એ જ છે કે, રાજ્યના દરેક વિસ્તારમાં, દરેક ખૂણે કોઈને કોઈ પ્રકારે દારૂ મોટા પ્રમાણમાં વહેંચાય છે.. પીવાય છે પોલીસ તંત્ર અવારનવાર દારૂની ખેપ પકડી પાડે છે પણ છતાં આવા બુટલેગરો કોઈને કોઈ કીમિયાથી દારૂના વેચાણ કરતા રહ્યા છે, આજે સિહોરમાં પકડાયેલ દારૂ તેનું એક નાનું ઉદાહરણ છે, આ દૂષણને રોકવા માટે સરકાર દ્વારા નવા નિયમો લાદવામાં આવ્યા છે, છતાં દારૂનું વેચાણ બંધ નથી થતું, ત્યારે સરકાર, પોલીસ તંત્ર અને સાથે સાથે સૌથી મહત્વનું છે કે સમાજની જાગૃતિ જ આ પ્રકારના દારૂના દૂષણો સામે રક્ષણ આપી શકે છે.