Connect with us

Sihor

સિહોર સહિત પંથકમાં ઠેર-ઠેર નંદલાલાના જન્મોત્સવની ઉલ્લાસભેર ઉજવણી

Published

on

Celebration of Nandalala's birthday with gaiety everywhere in the diocese including Sihore

દેવરાજ

કૃષ્ણભકતોએ ઘરમાં ગોકુળીયુ બનાવી લાલાને ઝુલાવવાનો હર્ષ માણ્યો, મટકીફોડ, દહીંહાંડી સહિતના કાર્યક્રમોમાં માનવમેદની ઉમટી પડી, સિહોરના મંદિરો અને અનેક ઘરોમાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું, જન્માષ્ટમીની ઉજવણીમાં સિહોર બન્યું કૃષ્ણમય: મંદિરો અને ઘરમાં સજાવટ સાથે સિહોરીઓ ભક્તિમય બન્યા.

Celebration of Nandalala's birthday with gaiety everywhere in the diocese including Sihore

સિહોર શહેર અને તાલુકાભરમાં શંખનાદ, ઘંટનાદ સાથે ભગવાન શ્રીકૃષ્ણના પ્રાકટયોત્સવની આતશબાજીની જમાવટ સાથે પરંપરાગત રીતે હર્ષોલ્લાસપૂર્ણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ઠેર-ઠેર રંગદર્શી શોભાયાત્રા, ભાતીગળ લોકમેળા, ગોકુળીયા, મુવીંગ દ્રશ્ય, મટકીફોડ, દહીંહાંડી સહિતના કાર્યક્રમો રંગેચંગે યોજાયા હતા.

Celebration of Nandalala's birthday with gaiety everywhere in the diocese including Sihore

ગતરાત્રીના નંદ ઘેર આનંદ ભયો જન કનૈયાલાલકીના ગગનભેદી જયઘોષ સાથે તમામ ધર્મસ્થાનકોમાં હકડેઠઠ ભાવીકોની મેદની ઉમટી પડી હતી. ભાવિકોએ નંદલાલાને ઉત્સાહભેર સુશોભીત પારણામાં ભાવભેર ઝુલાવીને ધન્યતાની લાગણી અનુભવી હતી. ગતરાત્રીના 12ના ટકોરે કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે સિહોરના મંદિરો અને અનેક ઘરોમાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મંદિરો અને ઘરમાં સજાવટ સાથે સિહોરીઓ ભક્તિમય હતા અને નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

Celebration of Nandalala's birthday with gaiety everywhere in the diocese including Sihore

જન્માષ્ટમીના દિવસે શહેરના કૃષ્ણ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. શહેરના મંદિરોમાં ફુલોથી ડેકોરેશન અને વિવિધ થીમ પર મંદિર ની સજાવટ કરવામાં આવી હતી. દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમ ઉપરાંત રાત્રીના દરમિયાન ભજન સાથે રાત્રે ભવ્ય રીતે કૃષ્ણ જન્મોત્સવ કરવામાં આવ્યો હતો.મંદિર, સોસાયટી અને ઘરોમાં સવારથી મોડી રાત્રી સુધી ભજન- કીર્તનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રીના બરાબર 12 વાગ્યાના ટકોરે મંદિર ઉપરાંત ઘર અને સોસાયટીઓમાં શંખનાદ સાથે નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલકીના નારા ગુંજી ઉઠ્યા હતા.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!