Astrology
આ રાશિના જાતકો માટે સોનાના ઘરેણાં પહેરવા મનાય છે શુભ

ભારતીય સમાજમાં સોનાના આભૂષણો પહેરવાનું એક અલગ જ ચલણ છે. સોનું દરેક વ્યક્તિને ગમે છે. તેને મંદિરોમાં દેવી-દેવતાઓને પણ આદર સાથે અર્પણ કરવામાં આવે છે. બીજી તરફ જો જ્યોતિષ શાસ્ત્ર ની વાત કરીએ તો તેના અનુસાર કેટલીક રાશિઓ માટે સોનાના ઘરેણાં પહેરવા ખૂબ જ ફાયદાકારક હોય છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ સોનાની વીંટી પહેરે છે તો તેની કુંડળીમાં શુભ કે અશુભ પ્રભાવ પડવા લાગે છે. સોનું પહેરવાથી કુંડળીમાં બૃહસ્પતિ ગ્રહ બળવાન બને છે અને તેની અશુભ અસરોથી સરળતાથી બચી શકાય છે. ગુરુ ગ્રહ બળવાન હોવાથી વ્યક્તિના માન-સન્માનમાં વૃદ્ધિની સાથે આર્થિક સ્થિતિ પણ સારી રહે છે. જાણો કોના માટે સોનાથી બનેલા આભૂષણો પહેરવા શુભ હોય છે.
ધનુ રાશિ (Sagittarius)
ધનુ રાશિનો સ્વામી ગુરુ ગ્રહ છે અને સોનાનો કારક પણ ગુરુ છે. એવામાં આ રાશિના લોકો માટે સોનાની વસ્તુઓ પહેરવી ખૂબ જ શુભ સાબિત થશે. સોનાના આભૂષણો પહેરવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને દરેક કાર્યમાં સફળતા મળે છે.
મેષ રાશિ (Aries)
મેષ રાશિના જાતકો માટે સોનાના ઘરેણાં પહેરવા શુભ રહેશે. કારણ કે આ રાશિનો સ્વામી સૂર્ય છે અને તેનો ગુરુ ગ્રહ સાથે મૈત્રીપૂર્ણ સંબંધ છે. તેથી આ રાશિના જાતકો સોનાની વસ્તુઓ પહેરશે તો તેમનું ભાગ્ય ચમકશે. આ સાથે જ પરિવાર વચ્ચેના તમામ મતભેદો દૂર થઈ જશે અને તમામ પ્રકારના દેવામાંથી મુક્તિ મળશે.
કન્યા રાશિ (Virgo)
આ રાશિના લોકોની કુંડળીમાં ગુરુ પાંચમા અને સાતમા ભાવનો સ્વામી છે. આવી સ્થિતિમાં સોનાના ઘરેણાં પહેરવાથી શુભ ફળ મળે છે. આ સાથે આવનારા સમયમાં ધીરે ધીરે બધી ઈચ્છાઓ પૂર્ણ થશે.
સિંહ રાશિ (Leo)
આ રાશિના લોકોએ પણ સોનાની વીંટી જરૂર પહેરવી જોઈએ. કારણ કે આ રાશિનો સ્વામી સૂર્ય છે અને સ્વર્ણનો કારક ગુરુ છે અને બંને વચ્ચેના સંબંધો સારા છે. તેથી આ રાશિના લોકોએ સોનું પહેરવું જોઈએ. તેનાથી સંબંધો મજબૂત થશે અને નોકરી-ધંધામાં લાભ મળશે.