Sihor
લોકોની સુખાકારી માટે સિહોર પોલીસ સ્ટાફ પરિવારે હર હર મહાદેવનાં નાદ સાથે કરી ‘નવનાથ યાત્રા’

બરફવાળા
હર હર મહાદેવના નારા ગુંજયા
લોકોનો વિશ્વાસ સખ્ત મહેનત સાથે ઇશ્વરના આશીર્વાદ જરૂરી હોવાની સિહોર પીઆઇ ભરવાડની નીતિ લોકો સાથે પોલીસ તંત્રમાં પણ નવી ઊર્જા પેદા કરી રહી છેે : પીઆઈ ભરવાડ સર્વધર્મ સંભાવના હિમાયતી, જગતના પાલનહારના આશીર્વાદની તક ચૂકતા નથી ; સેવા, શાંતિ અને સુરક્ષાનાં મંત્રની સાર્થકતા માટે મહાદેવના આશીર્વાદ લેતાં સિહોર પીઆઇ – પીએસઆઈ અને સ્ટાફ
સમગ્ર પ્રજા સાથે દૂધમાં સાંકળ માફક ભળી અને લોકોનો વિશ્વાસ જીતી મહેનત સાથે ભકિતનો પણ રંગ ભળે અને સર્વ ધર્મ સમભાવની આલેહક જાગે તથા કાયદો વ્યવસ્થા વધુ મજબૂત રીતે સાઁભળી શકાય અને લોકોની સુખાકારી માટે સિહોર પોલીસ સ્ટાફ પરિવારે હર હર મહાદેવનાં નાદ સાથે નવનાથ યાત્રા દર્શન કર્યા છે, સમગ્ર યાત્રા દરમિયાન જય જયકારના નારા ગુંજ્યા હતા કોઇ કાર્ય કરવા હોય તો તેમાં લોકોનો વિશ્વાસ પ્રથમ જીતવો પદે તેવું દ્રઢપણે માનતા અને લોકોનો વિશ્વાસ અને પ્રેમ સંપાદન કરવાની અને કાયદો વ્યવસ્થા માટે સખત મહેનતમાં ઇશ્વરના આશીર્વાદ પણ એટલા જ જરૃરી હોવાનું માનતા અને તમામ ધર્મને આદર આપતા સિહોર પીઆઇ ભરવાડ અને સ્ટાફે નવનાથ દર્શન લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી,
પવિત્ર શ્રાવણ માસમાં સમગ્ર દેશનાં શિવાલયોમાં હર હર મહાદેવના નાદ સાથે શિવ ભક્તિમાં ભાવિકો લીન થતાં હોય છે, શ્રાવણ માસમાં શિવ આરાધનાનું અનેરું મહત્વ છે, ત્યારે શિવનગરી કાશીનું જ એક રૂપ માનવામાં આવતું આપણું ‘છોટે કાશી સિહોર’ પણ શ્રાવણ માસમાં શિવમય બની જાય છે. અનેક શિવાલયોથી પાવન એવા સિહોરમાં આવેલા નવનાથનાં દર્શનનું શ્રાવણ માસમાં મહાત્મય છે, માટે જ દર શ્રાવણ મહિનામાં હજારો લોકો નવનાથની યાત્રા કરતાં હોય છે. જેમાં આજે સિહોર પોલીસ સ્ટેશનનાં પીઆઇ એચ.જી.ભરવાડ પીએસઆઇ બી.કે ગૌસ્વામી તેમજ પોલીસ સ્ટાફ દ્વારા વહેલી સવારથી હર હર મહાદેવનાં નાદ સાથે ભાવપૂર્ણ નવનાથ યાત્રા કરી હતી. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ પાલીતાણાના ડીવાયએસપી મિહિર બારૈયા પણ નવનાથ યાત્રા કરી હતી, ત્યારે આજે સિહોર પોલીસ સ્ટેશન અધિકારી અને સ્ટાફે પણ નવનાથ યાત્રા કરી છે જે સમાજમાં સામાજિક-ધાર્મિક મહત્વનો શુભ સંદેશ પાઠવ્યો છે.