Connect with us

Bhavnagar

ભાવનગર જિલ્લામાં કરુણા એનિમલ એમ્બ્યુલન્સના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે કલેક્ટરની ઉપસ્થિતિમાં કેક કાપીને ઉજવણી કરવામાં આવી

Published

on

five-years-of-karuna-animal-ambulance-was-celebrated-by-cutting-a-cake-in-the-presence-of-the-collector
  • કરુણા એનિમલ એમ્બ્યુલન્સના સફળતાના પાંચ વર્ષ
  • ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧૯,૩૧૭ જેટલાં ઈમરજન્સી કેસમાં તાત્કાલિક સમયસર સારવાર આપી કરુણા વરસાવી
  • પશુપાલન વિભાગ, ભાવનગર અને જી.વી.કે. ઈ.એમ.આર. આઇ. ૧૯૬૨- કરુણા એનિમલ એમ્બ્યુલન્સ પશુચિકત્સકો સાથે મળી કરાઇ ઉજવણી

જે રીતે માનવો માટે રાજ્યમાં ૧૦૮ ની સેવા સંજીવની બની છે. તેવી જ રીતે અબોલ પશુઓ માટે ૧૯૬૨ ની સેવા સંજીવની બની છે. ૧૯૬૨ ની સેવા પાંચ વર્ષ પહેલાં ગૂજરાત રાજ્યમાં શરૂ કરવામાં આવી હતી.

five-years-of-karuna-animal-ambulance-was-celebrated-by-cutting-a-cake-in-the-presence-of-the-collector

કરુણા એનિમલ એમ્બ્યુલન્સને આજે પાંચ વર્ષ પૂર્ણ થતાં આજરોજ તેની ઉત્સાહપૂર્વક ઉજવણી કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી યોગેશ નિરગુડેની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.

કલેકટરશ્રીએ કરુણા એમ્બ્યુલન્સની મુલાકાત લઈને તેની કામગીરી વિશેની માહિતી મેળવી હતી. તેમજ કરુણા એમ્બ્યુલન્સમાં કાર્યરત ડોક્ટર અને પાયલોટનો ઉત્સાહ વધાર્યો હતો. તેમણે કરુણા એમ્બ્યુલન્સ દ્વારા અનેક પશુઓની સેવા સુશ્રુષા કરી શકાઈ છે તેનો આનંદ પણ વ્યક્ત કર્યો હતો.

five-years-of-karuna-animal-ambulance-was-celebrated-by-cutting-a-cake-in-the-presence-of-the-collector

પશુપાલન વિભાગ, ભાવનગર અને જી.વી.કે. ઈ.એમ.આર. આઇ. ૧૯૬૨- કરુણા એનિમલ એમ્બ્યુલન્સ પશુચિકત્સકોએ સાથે મળીને કેક કાપીને આ ઉજવણી કરી હતી.

અબોલ પશુઓ માટેની બોલતી એવી અને સદા એ કરુણા વરસાવતી આ સેવાને ચાલું વર્ષે ૬ ઑક્ટોબર, ૨૦૨૨ ના રોજ પાંચ વર્ષ પૂર્ણ થયાં છે. ત્યારે જી.વી.કે. ઈ.એમ.આર.આઈ. સંસ્થામાં કાર્યરત પશુ ચિકિત્સકો દ્વારા, ભાવનગર ખાતે તેની આ ઉજવણી કરવામાં આવી હતી.

five-years-of-karuna-animal-ambulance-was-celebrated-by-cutting-a-cake-in-the-presence-of-the-collector

નાયબ પશુપાલન નિયામકશ્રી ડો. કલ્પેશ બારૈયા, ૧૦૮ ના પ્રોગ્રામ મેનેજર ફૈયાઝ પઠાણ અને ૧૦૮ અને ૧૯૬૨ ના જિલ્લા અધિકારીશ્રી નરેશ ડાભી અને અમાનતઅલી નકવી તથા ડૉક્ટર અને પાયલોટની ઉપસ્થિતિમાં કેક કટીંગ કરીને આજના દિવસની ઉજવણીને ખાસ બનાવવામાં આવી હતી.

Advertisement

આજના આ ખાસ દિવસ નિમિતે કલેક્ટરશ્રી તથા નાયબ પશુપાલન નિયામક દ્વારા, ભાવનગર ૧૯૬૨ ના કર્મચારીઓને શુભેચ્છા આપી શ્રેષ્ઠ કામગીરી કરતાં રહે તેવી શુભકામનાઓ આપી અને વધારે સારી કામગીરી કરવાં માટે ઉત્સાહ વધાર્યો હતો.

five-years-of-karuna-animal-ambulance-was-celebrated-by-cutting-a-cake-in-the-presence-of-the-collector

તમામ પશુ ચિકિત્સકો અને એમની ટીમે વધારેમાં વધારે સારું કાર્ય કરી અને અબોલ જીવોની સારી રીતે સેવા પૂરી પાડી આ સેવાને સંવેદનાપૂર્વક પૂરી પાડી અમૂલ જીવોના રક્ષણની ખાતરી આપી હતી.

ઉલ્લેખનીય છે કે, હાલમાં ભાવનગર જિલ્લામાં એક કરુણા એમ્બ્યુલન્સ કાર્યરત છે, જે શહેરી વિસ્તારમાં રખડતાં ફરતાં બિનવારસી પશુ- પક્ષીઓની સારવાર કરે છે.

five-years-of-karuna-animal-ambulance-was-celebrated-by-cutting-a-cake-in-the-presence-of-the-collector

છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન જિલ્લાના કરુણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા અત્યાર સુધીમાં ભાવનગર જિલ્લામાં કુલ-૧૯,૩૧૭ અબોલ પશુ પક્ષીઓને સારવાર આપવામાં આવી છે.

જેમાં વિસ્તાર પૂર્વક જોઈએ તો, અત્યાર સુધીમાં કુલ ૧૪, ૩૬૪ કૂતરાના કેસ, ૩,૧૪૨ ગાયના કેસ, ૮૭૪ બિલાડીના કેસ, ૫૨૨ કબૂતરના કેસ, ૭૭ પોલ્ટ્રી ના કેસ, ૬૧ ગધેડાના કેસ, ૨૮ બકરીઓના કેસ, ૧૭ પોપટના કેસ, ૧૧ કાગડા ના કેસ, ૧૭ ચકલીઓના કેસ, ૩૦ ભેંસના કેસ, ૧૧ ખિસકોલીના કેસ, ૮ મોરના કેસ, ૪ ઊંટના કેસ, ૪ સસલાના કેસ, ૧૨ ઘોડાના કેસ, ૬ વન્ય જીવોના કેસ, ૧ ઘેટાંનો કેસ એમ કુલ મળીને ૧૯,૩૧૭ જેટલાં ઈમરજન્સી કેસમાં તાત્કાલિક સમયસર સારવાર આપી અબોલ પશુ પક્ષીઓના જીવ બચાવવામાં આવ્યાં છે.

Advertisement

રાજ્ય સરકારની આ સેવાથી અનેક પશુપાલકોના અબોલ જીવોનું અમૂલ્ય જીવન બચાવી શકાયું છે.

– સુનિલ પટેલ

Continue Reading
Advertisement
error: Content is protected !!